Gujarat Weather Forecast: શિયાળા બાદ હવે ઉનાળો પણ આકરો બની રહેવાનો છે. આ વર્ષે ઉનાળો ગરમીના તમામ રેકોર્ડ તોડશે તેવી આગાહી કરવામા આવી છે. ઉનાળા માટે એપ્રિલ સુધી રાહ જોવાની જરૂર નહિ પડે, ફેબ્રુઆરીમાં જ કાળઝાળ તડકાનો અનુભવ થઈ જશે. હવામાન વિભાગે આગાહી કરીને જણાવી દીધું કે, આ વર્ષે ગરમીનો પારો પાછલા વર્ષોનો રેકોર્ડ તોડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી આગામી પાંચ દિવસ કેવા જશે તેને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવે તાપમાન કેવુ રહેશે તે વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક વીજીન લાલ જણાવે છે કે, ફેબ્રુઆરી મહિનાના 15 દિવસ બાદ જ તાપમાનનો પારો ઊંચો ચઢતા ગરમીનો અનુભવ થશે. આ વર્ષે ગરમીનો પારો પાછલા વર્ષોનો રેકોર્ડ તોડશે. 


આ પણ વાંચો : 


નશેડી કારચાલકે લગ્નના વરઘોડામાં કાર ઘુસાડી, નાચતા જાનૈયાઓને અડફેટે લેતા 2ના મોત


ભૂકંપમાં પણ તૂટે નહિ તેવી ઈંટ, સુરતના વિદ્યાર્થીઓએ ઈનોવેશનમાં રોલો પાડી દીધો


બનાસકાંઠામાં જે ઉલ્કાપિંડ પડ્યું હતું તેના વિશે થયો ચોંકાવનારો ખુલાસો


આજના તાપમાનની વાત કરીએ તો, ભૂજમાં આજે સૌથી વધુ 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે ફેબ્રુઆરી મહિનામાં પાછલા વર્ષની સરખામણી કરતા વધુ છે. ગત વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. પાછલા 5-6 વર્ષની સરખામણીએ આ વર્ષે ગરમી વધુ અનુભવાઈ રહી છે. આજે અમદાવાદનું તાપમાન 35-36 ડિગ્રી અને ગાંધીનગરમાં 33-34 ડિગ્રી તાપમાન રહ્યું છે. 


આ વિશે તેમણે કહ્યું કે, હાલમાં પવન ન ફુંકાતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમી લાગે છે અને રાતે ઠંડી લાગે છે. દિવસે ગરમી લાગવાની શરૂઆત થઈ ગઈ છે. 


આ પણ વાંચો : 


નશેડી કારચાલકે લગ્નના વરઘોડામાં કાર ઘુસાડી, નાચતા જાનૈયાઓને અડફેટે લેતા 2ના મોત


બાળકને પીટનાર આયાને કોર્ટે સંભળાવી સજા, કહ્યું-આવી કેરટેકર સોસાયટી માટે ખતરો સમાન