કુદરતી આફતોમાં ગુજરાત સરકાર સહાયના નામે ફદિયું પકડાવે છે તે હવે નહિ ચાલે, ટૂંક સમયમા લેવાશે મોટો નિર્ણય
Cyclone Help : છાશવારે આવતા વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના લોકોને મોટી નુકસાની વેઠવી પડે છે, આવામાં હવે જો વાવાઝોડું આવ્યું તો સરકાર વધુ વળતર ચૂકવશે
Gujarat Cyclone : ગુજરાતમાં કુદરતી આફતો પછી અપાતી સહાયમાં રાજ્ય સરકાર બમણો વધારો કરવા જઇ રહી છે. મળતી વિગતો પ્રમાણે કેન્દ્રના ધોરણે હવે રાજ્ય પણ આ સહાય ચૂકવશે. ટૂંક સમયમાં સરકાર તેનો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના છે. રાજ્યમાં કુદરતી આફતો જેવી કે ભૂકંપ, પૂર, અતિવૃષ્ટી, વાવાઝોડું આવે ત્યારે ઘર, ઘરવખરી, પાક અને જાન- માલને નુકશાન થાય છે. આ સંજોગોમાં અસરગ્રસ્તોને મળતી સહાયમાં બમણો વધારો કરાશે.
કુદરતી આફતોમાં થતાં મૃત્યુમાં મળતી સહાય સિવાયની રાહતોમાં 100 ટકાનો વધારો કરાશે. આમ સરકારના આ નિર્ણયને પગલે ગુજરાતીઓને સૌથી મોટી રાહત થવાની સંભાવના છે. રાજ્યના ખેડૂતોને સૌથી વધારે નુક્સાન એ વરસાદ અને અતિવૃષ્ટિથી થાય છે. જેમાં સહાયના નામે સરકાર ફદિયું પકડાવે છે. હવે સહાયમાં વધારો કરવાના નિર્ણયને પગલે ખેડૂતોને સૌથી મોટી રાહત થશે.
આ પણ વાંચો :
બાકી મિલકત વેરા ભરવા ગુજરાતના આ શહેરે આપી જોરદાર સ્કીમ
‘સાસુએ મને કંઈ પીવડાવ્યું છે’ ચકચારી મોનિકા આપઘાત કેસમા ઓડિયો ક્લિપ બની મોટો પુરાવો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દરિયાકિનારાનો વિસ્તાર છે અને અનેકવાર વાવાઝોડા ફૂંકાતા હોય છે. દેશમાં સૌથી મોટો દરિયાકિનારો ગુજરાત પાસે છે, ત્યારે આ ખતરો સતત મંડરાતો રહે છે. તાજેતરમાં આવેલા ગુજરાતમાં તોકતેએ સૌથી વધારે નુક્સાન પહોંચાડ્યું હતું. તો આ પહેલા પણ અનેક વાવાઝોડા ગુજરાતને ધમરોળી ચૂક્યા છે. જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પાયમાલ થઈ ગયા હતા. હવે રાહતમાં વધારો કરવાના નિર્ણયને પગલે નુક્સાનીનો ભોગ બનેલા લોકો માટે આ રાહતના સમાચાર છે. જોકે, કેટલી સહાય ચૂકવાશે એ મામલે હજુ નિર્ણયો લેવાયા નથી પણ આ મામલે નવા ધારા ધોરણો ટૂંક જ સમયમાં જાહેર થશે.
આ પણ વાંચો :
આઝાદી બાદ પહેલીવાર અમૂલમાં ભાજપની સરકાર, જાણો કોણ બન્યા નવા ચેરમેન અને વાઈસ ચેરમેન?
ગુજરાતના ચાર શહેરો ઓકી રહ્યા છે ઝેરી હવા, અહીં શ્વાસ લીધો તો મર્યા સમજો