ગુજરાતના ચાર શહેરો ઓકી રહ્યા છે ઝેરી હવા, અહીં શ્વાસ લીધો તો મર્યા સમજો

Gujarat Air Quality : ગુજરાતની હવા બની પ્રદૂષિત.. રાજ્યના ચાર મહાનગરોની હવા સૌથી વધુ પ્રદૂષિત.. વડોદરામાં 121, રાજકોટમાં 115 તો અમદાવાદમાં નોંધાયો 113 એર ક્વોલિટી ઈન્ડેક્સ..

ગુજરાતના ચાર શહેરો ઓકી રહ્યા છે ઝેરી હવા, અહીં શ્વાસ લીધો તો મર્યા સમજો

Gujarat Air Quality : ગુજરાતની હવા શ્વાસ લેવા જેવી હવે રહી નથી. ગુજરાતની હવામાં ઝેર ફેલાયું છે તેવુ કહી શકાય. તમે ઝેરનો શ્વાસ લો છો તેવુ સાબિત કરતો આંકડો સામે આવ્યો છે. મહાનગરોમાં હવાની બગડતી જતી ગુણવત્તાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો હતો. જેમાં ગુજરાતની એર કવોલિટીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ગુજરાતના ચાર શહેરોના હવા સૌથી વધુ પ્રદૂષિત બની છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની હવા સૌથી વધુ પ્રદૂષિત છે. વડોદરામાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 121 નોંધાયો છે. તો રાજકોટમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 115 નોંધાયો. આ બાજુ અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 113 છે. તો સુરતમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 100 નોંધાયો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના આંકડામાં ખુલાસો થયો છે. 

કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના રિપોર્ટ અનુસાર, 2020-21માં અમદાવાદમાં 120, રાજકોટમાં 94, સુરતમાં 93 અને વડોદરામાં 95 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. પરંતુ 2021-22ના સમયમાં અમદાવાદમાં 113, રાજકોટમાં 116, સુરતમાં 100 અને વડોદરામાં 121 એર ક્વોલિટી ઈન્ડેક્સ જોવા મળ્યો. આમ ગત વર્ષની સરખામણીમાં પ્રદૂષણનું પ્રમાણ આ ચાર મોટા શહેરોમાં વધ્યું છે. પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે નાણાં કમિશન ગ્રાન્ટ ફાળવે છે. 

આ પણ વાંચો : 

ગુજરાત જેમ જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તેમતેમ ગુજરાતમાં રહેવુ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ મોંઘવારીને કારણે રહેવુ મોંઘું, તો બીજી તરફ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગોની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે. જેને કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. 80 થી 120 ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને 120 થી 300 ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 14, 2023

આમ, ગત વર્ષની તુલનામાં જોઈએ તો આ વર્ષે હવામાં પ્રદૂષણ વધ્યું છે. કેન્દ્ર સરકારે જે રિપોર્ટ આપ્યો છે તે આંખ ખોલતો છે. તાજેતરમાં જ ગુજરાતની નદીઓ પ્રદૂષિત હોવાનો રિપોર્ટ આવ્યો હતો. ત્યારે હવે ગુજરાતની હવા પણ પ્રદૂષિત બની છે તેવુ કેન્દ્ર સરકાર કહે છે.  

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news