Mysterious Place of Gujarat : ગુજરાત ભારતના ફેમસ પર્યટક સ્થળોમાં ગણાય છે. અહી ખોબલે ભરીને મુસાફરો આવે છે. અહીંનુ કલ્ચર અને સંસ્કૃતિ લોકોને આકર્ષે છે. ગુજરાતના અનેક સ્થળો લોકોને નવો અનુભવ આપે છે. જેમ કે, પ્રાચીન સમુદ્રી તટ, કચ્છનું રણ, અહીંના પર્વતો લોકોને ખાસ આકર્ષે છે. ગુજરાતની અનેક જગ્યાઓ એવી છે જે ખાસ છે. પરંતું આ ઉપરાંત અહી કેટલીય એવી જગ્યાઓ છે, જેના કિસ્સા તમે બહુ જ સાંભળ્યા હશે. આ જગ્યાઓ વિશે આજે જાણી લો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુલશી શ્યામ - Tulsi Shyam
તુલશી શ્યામના એન્ટી ગ્રેવિટી રોડરસ્તા ગીર નેશનલ પાર્કમાં છે. આ 150 મીટર લાંબા રસ્તા પર અનેક ગાડીઓ દોડે છે. કહેવાય છે કે, અહી પાણી પર ગુરુત્વાકર્ષણ વિરોધી ખેંચાવને કારણે ઉપર આવે છે.


કાળો ડુંગર - Kala Dungar
કાળો ડુંગર કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ છે. આ જગ્યાને રહસ્યમયી જગ્યા તરીકે પણ ઓળખવામા આવે છે. એવુ કહેવાય છેકે, આ જગ્યા પર જે દોડે છે તેની ગતિ આપોઆપ વધી જાય છે. 


ડુમસ બીચ - Dumas Beach
સુરતનો ડુમસ બીચ ભારતની સૌથી ડરાવણી જગ્યામાંથી એક ગણાય છે. અહી નકારાત્મક બાબતોનો પ્રભાવ જોવા મળે છે. જે અનેક લોકોએ અનુભવ્યો પણ છે. સદીઓ પહેલા અહી કબ્રસ્તાન હોવાનું કહેવાય છે. અહી લોકોને ડરામણા અનુભવો પણ થયા છે. 


ઉનાઈ - Unnai
ઉનાઈ ગુજરાતના બારડોલીની પાસે આવેલું એક ઐતિહાસિક સ્થળ છે. માનવામાં આવે છે કે, આ પાણીના કુંડમાં દરેક પ્રકારના બીમારી સારી થાય છે. આ કુંડનું પાણી બારેમાસ ગરમ રહે છે. 


જાદુઈ પત્થર - Magical Stone
ગુજરાતમાં એક ગામ આવેલું છે કરિયાણા. જ્યા જાદુઈ પત્થર મળી આવે છે. આ પત્થરોમાથી અવાજ સંભળાય છે. આ પત્થરોને કારણે આ ગામ ગુજરાતની ભૂમિ પર રહસ્યમયી જગ્યાઓમા આવે છે.