Fake Potato Vs Real Potato:તમે શાકભાજી બજારમાં બટાટાંની ખરીદી કરી રહ્યાં છો તો તમને હવે પહેલો સવાલ એ છે કે બટાટાં અસલી છે નકલી... કારણ કે બજારમાં ઘણી બધી જગ્યાએ 'નકલી' બટાટાં વેચાય છે, પરંતુ બહુ ઓછા લોકો તેના વિશે જાણે છે. લોકો અસલી બટાટાંની સાથે નકલી બટાટા ભેળવીને વેચી રહ્યા છે અને કોઈને આ બાબતે ખબર પણ પડતી નથી.. બજારમાં 'હેમાંગીની' અથવા 'હેમલિની' બટાટાં ચંદ્રમુખીના ભાવે વેચાઈ રહ્યા છે, જે ચંદ્રમુખી જેવા દેખાય છે, પરંતુ તેનો સ્વાદ સંપૂર્ણપણે અલગ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ જો તમે તેમને બાજુમાં રાખો તો એ જોઈને તો ઓળખી શકતા નથી કે કયા બટાટા ચંદ્રમુખી છે અને કયા હેમાંગીની. બજારમાં ચંદ્રમુખી બટાટાંના ભાવ 20 થી 25 રૂપિયા પ્રતિ કિલો છે. બીજી તરફ હેમાંગીની બટાટાંનો ભાવ 10 થી 12 રૂપિયા પ્રતિ કિલો હોવો જોઈએ, પરંતુ કેટલાક વેપારીઓ હેમાંગીની બટાટાને બજારમાં ચંદ્રમુખી બટાટામાં ભેળવીને વેચી રહ્યા છે. પરિણામે ખરીદદારો મુશ્કેલીમાં મુકાયા છે.


ઋષભ પંત બાદ આ ખેલાડીની બેઠી દશા! ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર જીવલેણ હુમલો!


નકલી બટાટાં વેચીને બેઇમાન વેપારીઓ કરે છે કમાણી
હુગલી એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ સોસાયટીના સભ્યએ જણાવ્યું કે હેમાંગીની બટાટા મૂળભૂત રીતે બટાટાંની મિશ્ર જાત છે. આ બટાટાંની ખેતી પંજાબના વિવિધ ભાગોમાં થાય છે. આ બટાટાના બીજ અન્ય રાજ્યોમાંથી આ રાજ્યમાં આવે છે. આ બટાટાંની ખેતી હુગલીમાં પણ અલગ-અલગ જગ્યાએ થાય છે. બટાટાની આ ખેતીમાં ઉપજ વધુ મળે છે. જ્યારે પ્રતિ બિઘા ચંદ્રમુખી બટાટાંની 50 થી 60 બોરીનું ઉત્પાદન થાય છે, ત્યારે આ બટાટાંનું ઉત્પાદન 90 થી 95 બોરી જેટલું થાય છે. જો કે આ બટાટાંનો ઉત્પાદન દર વધારે છે, પરંતુ બજારમાં આ બટાટાંની માંગ ઘણી ઓછી છે. સૌ પ્રથમ, આ બટાટાં યોગ્ય રીતે રાંધવામાં તકલીફ પડે છે. બીજું, આ બટાટાંનો સ્વાદ બહુ સારો નથી હોતો.


બુધનું ગોચર આ લોકોનું ભાગ્ય પલટી નાખશે, જબરદસ્ત કમાણી કરાવશે


સામાન્ય વ્યક્તિ નથી ઓળખી શકતો
હુગલી જિલ્લા કૃષિ અધિકારી મનોજ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, "શહેરી વિસ્તારના લોકો માટે બહારથી આવેલા હેમાંગીની બટેટા અને ચંદ્રમુખી બટાકા વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે." હેમાંગીની બટાટા ચંદ્રમુખી બટાકા સાથે ક્રોસ બ્રીડીંગ દ્વારા બનાવવામાં આવે છે. આ બટાટાં હાઇબ્રિડ હોવાથી ઓછા સમયમાં અને ઓછા ખર્ચે તેની ખેતી કરી શકાય છે. આ બટાટાં હુગલી જિલ્લાના પુરશુરા અને તારકેશ્વર વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. ચંદ્રમુખી આલુ જેને તૈયાર કરવામાં ત્રણથી ચાર મહિના લાગે છે. ત્યાં આ હાઇબ્રિડ બટાટાં દોઢથી બે મહિનામાં ઉત્પન્ન થાય છે. ખેડૂતો આ બટાટાંની ખેતી સિઝનમાં બે વાર કરી શકે છે. હાઇબ્રિડ માટે ઉત્પાદન દર પણ વધારે છે.


શું તમે પણ સપનામાં માણ્યું છે તમારા ક્રશ સાથે સેક્સ, તો આ જરૂરથી વાંચજો


ઘણા વેપારીઓ આ હેમાંગીની બટાટાંને ચંદ્રમુખી બટાટાં તરીકે વેચી રહ્યા છે. ગામડાનાં લોકોને મૂર્ખ બનાવવું બહુ સહેલું નથી, કારણ કે તેઓ ખેતી સાથે સંકળાયેલા છે અને બટાટાંને જોતાં જ ઓળખે છે. જો કે,  ધંધાર્થીઓ શહેરી વિસ્તાર કે ઝૂંપડપટ્ટીના લોકોને સરળતાથી મૂર્ખ બનાવીને પોતાનો ધંધો ચાલુ રાખે છે.


ઈંગ્લેન્ડ પાસે પણ છે એક વિરાટ કોહલી! ટેસ્ટને T-20 બનાવીને ફરી વળ્યો 'માર ભઈ'


કઈ રીતે જાણી શકાય કે કયા ચંદ્રમુખી છે અને કયાં હેમાંગીની બટેટા?
કૃષિ નિર્દેશક મનોજ ચક્રવર્તીએ કહ્યું, 'ઉપરથી બે બટાટાંની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. બંનેની ત્વચા પાતળી છે, પરંતુ આ બટાટાંને બે રીતે ઓળખી શકાય છે. સૌપ્રથમ, બે પ્રકારના બટાટાંની છાલ ઉતાર્યા પછી, અંદરનો રંગ અલગ અલગ હોય છે. ચંદ્રમુખી બટાટાંની અંદરનો ભાગ આછો મટમૈલો હોય છે અને હેમાંગીની બટાટાંની અંદરનો ભાગ સફેદ હોય છે. બીજું, તમે ચાખીને સમજી શકો છો કે કયા બટેટાં વધુ સારા છે. હેમાંગીની વેરાયટી જરા પણ સ્વાદિષ્ટ નથી હોતી. સારી રીતે રાંધવામાં પણ સમસ્યા આવે છે.


શું તમે પણ Face ધોયા બાદ ટુવાલનો ઉપયોગ કરો છો? તો જાણો તેનાથી Skin નો શું થાય છે હાલ