Corona Vaccine In Gujarat : ગુજરાત સહિત દેશભરમાં કોરોના માથુ ઉંચકી રહ્યું છે. એક તરફ ગુજરાતમાં ફુલીફાલી રહ્યો છે, ત્યાં ગુજરાતમાં સરકારી દવાખાનાઓમાં વેક્સીનનો એકપણ ડોઝ સ્ટોકમાં નથી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે વેક્સીન ડોઝની  માગણી કરી છે. રાજ્ય સરકારે 2 લાખ જેટલા વેક્સીનની ડોઝની માગણી કરી છે. પરંતુ ઉપલબ્ધતાના આધારે કેન્દ્ર સરકાર વેક્સીનનો જથ્થો ફાળવશે. ત્યારે આ જથ્થો ક્યારે આવે તે ખબર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વેક્સીનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સરકારી દવાખાનાઓમાં વેક્સીનનો એક પણ ડોઝ ઉપલબ્ધ નથી. રાજ્ય સરકાર પાસે વેક્સીનની ઉપલબ્ધતા ઝીરો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે 2 લાખ વેકસીન ડોઝની માંગણી કરી છે. ઉપલબ્ધતાના આધારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને વેકસીનનો જથ્થો ફાળવશે. કોરોનાની સ્થિતિ હળવી થતા રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી વેક્સીનનો જથ્થો ફાળવવામાં નથી આવ્યો. વેક્સીન ઉત્પાદન કરતી કંપનીઓએ પણ પ્રોડકશન ઓછું કર્યું હોવાના કારણે તંગીની સ્થિતિ ઉદભવી છે.


આવી જગ્યાએ બને છે તમારી ફેવરિટ પકોડી, Video જોઈને અમદાવાદીઓ ખાવાનું છોડી દેશે


મહત્વનું છે કે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી જતાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને વેક્સીનનો જથ્થો આપવાનું બંધ કર્યુ હતું. તો વેક્સીન ઉત્પાદન કરતી કંપનીઓએ પણ પ્રોડક્શન ઘટાડતાં વેક્સીનની તંગી સર્જાઈ છે. પરંતુ હવે જ્યારે કોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરી તેની જરૂરિયાત ઉદભવી છે.  


રાજકોટમાં વધતા જતા કોરોના સંક્ર્મણ સામે વેક્સીનનો એક પણ ડોઝ ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં માત્ર 22% લોકોએ જ વેક્સીનનો ત્રીજો ડોઝ લીધો છે. રાજકોટ પાલિકા દ્વારા સરકાર પાસે વેક્સીનની માંગ કરવામાં આવી છે. વેક્સીનનો જથ્થો આવ્યા બાદ જ વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ રાજકોટ શહેરમાં 140 કોરોનાના એક્ટિવ કેસ છે, જે પૈકી 2 દર્દી સારવાર હેઠળ છે તેવુ આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાંણીએ જણાવ્યું. 


ડાયરો તો ગીતા રબારીનો, એવી જમાવટ થઈ કે રૂપિયાના ઢગલા થઈ ગયા, જુઓ Video
 
ગુજરાતમાં 24 કલાકમા આટલા કેસ
છેલ્લા 2 દિવસથી કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હવે ફરી એકવાર કોરોના વાયરસના નવા કેસમાંથી હાશકારો મળી રહ્યો છે, પરંતુ એટલી ખુશીની વાત પણ નથી. આજે ગુજરાતમાં 231 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 66 કેસ નોંધાયા છે. જ્યારે 349 દર્દીઓને રજા આપવામાં આવી છે. આજે પણ ગુજરાતમાં એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. બીજી બાજુ રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે.


અમદાવાદમાં સૌથી વધુ કેસ
રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો.. અમદાવાદ કોર્પોરેશન - 66, વડોદરા કોર્પોરેશન - 27, સુરત કોર્પોરેશન - 22, રાજકોટ કોર્પોરેશન - 19, સાબરકાંઠા - 14, ભરૂચ - 13, મોરબી - 11, ગાંધીનગર કોર્પોરેશન - 7, વલસાડ - 6, અમરેલી - 5, આણંદ - 5, ગાંધીનગર - 5, સુરત - 5, કચ્છ - 4, રાજકોટ - 4, સુરેન્દ્રનગર - 4, બનાસકાંઠા - 3, પંચમહાલ - 3, અમદાવાદ - 2, પોરબંદર - 2, વડોદરા - 2, મહેસાણા - 1, નવસારી - 1 કેસ નોંધાયો છે.


વડોદરામાં પથ્થરમારા બાદ સરકારે લીધો મોટો નિર્ણય, ગૃહ વિભાગે કરી જાહેરાત