નરેશ ભાલિયા/જેતપુર: સુરતના ચકચારી હત્યા કેસમાં આજે હત્યારા ફેનિલ ને ફાંસીની સજા આપવામાં આવી છે. ત્યારે આવો જ એક કિસ્સો 1 વર્ષ 2 મહિના પેહલા જેતપુરના જેતલસર ગામમાં હત્યારો જયેશ સરવૈયાએ એક તરફી પ્રેમમાં યુવતીના ઘરમાં જઇને તેના ભાઈ પર હુમલો કર્યો હતો અને યુવતીની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં તમામ રાજકીય પક્ષોના નેતાઓએ અહી આવી યુવતીના પરિવારજનોને તાત્કાલિક ન્યાય મળે તેવું આશ્વાસન આપ્યું હતું. જો કે આજે આ પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીમાં ઓનર કિલિંગની ઘટના: મામાએ ભાણીના પ્રેમીનું અપહરણ કરીને ઢોર માર મારતા યુવકનું મોત


આજે હત્યા કેસને 14 મહિનામાં હજુ પણ ન્યાય નથી મળ્યો ત્યારે તેમના પરિવાર અને ગ્રામજનો દ્વારા આક્રંદ સાથે હત્યારા જયેશ સરવૈયાને ફાંસીની સજા મળે તેવી માંગ થઈ રહી છે. સમગ્ર ઘટના અંગે યુવતીને ન્યાય મળે તે હેતુથી સમગ્ર જેતલસર ગામ તે સમયે પણ સજજડ બંધ રહ્યું હતું. યુવતીના હત્યારાને જો તાત્કાલિક સજા કરવામાં આવી હોત તો કદાચ આજે ગ્રીષ્મની હત્યા ન થઈ હોત. ગ્રીષ્માં કરતા પણ વધુ આક્રોશથી 34 જેટલા ઘા ઝીંકી નિર્મમ હત્યા થઈ હતી. 


GUJARAT CORONA UPDATE: 25 નવા કેસ, 14 રિકવર થયા, એક પણ મોત નહી


કાળજું કંપાવી દે તેવીઆ ઘટનાના આરોપીને હજી સુધી કોઇ જ સજા થઇ નથી. ગ્રીષ્મના હત્યારાને જેટલી ઝડપી સજા થઈ એટલી ઝડપી આ યુવતીના હત્યારાને ફાંસીની સજા મળે તેવી માંગ પરિવાર અને ગ્રામજનો કરો રહ્યા છે. આ ઉપરાંત યુવતીના પરિવારે દાવો કર્યો કે, રાજનીતિ કરવા માટે આવેલા નેતાઓ હવે દેખાઇ પણ નથી રહ્યા. જે તે સમયે કાંઇ પણ કામ હોય તો અડધી રાત્રે પણ ફોન કરજો તેવું કહેનારા નેતાઓ ધોળા દિવસે પણ ફોન નથી ઉપાડતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube