GUJARAT CORONA UPDATE: 25 નવા કેસ, 14 રિકવર થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે, જે કાલે 18 હતા. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,365 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 42,725 ડોઝ અપાયા હતા. 
GUJARAT CORONA UPDATE: 25 નવા કેસ, 14 રિકવર થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે, જે કાલે 18 હતા. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,365 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 42,725 ડોઝ અપાયા હતા. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 121 કેસ એક્ટિવ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 119 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,13,365 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10,943 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમાં 8, અમદાવાદમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, આણંદ અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા હતા. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 910 ને પ્રથમ તથા 7590 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના કિશોરો પૈકી 363 ને પ્રથમ અને 1733 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 7069 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 3638 ને રસીનો પ્રથમ અને 21503 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે 42,725 કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 10,80,47,578 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news