હિતલ પારેખ, અમદાવાદ: રાજ્યમાં ગઈકાલે મોડી રાતથી આજે સવારે 8 વાગ્યા સુધી રાજ્યમાં એક પણ જગ્યાએ વરસાદ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં ત્રણ ઇંચ જેટલો પડ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગરના ચોટીલામાં બે જ કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો. જ્યારે અરવલ્લીના ધનસુરા અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમા છેલ્લા બે કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો. 


આ બાજુ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube