મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી પોલીસ અને પ્રજા વચ્ચે થતાં ઘર્ષણના બનાવો તો જાણે સામાન્ય બની ગયા છે. પરંતુ હવે પોલીસ પર હુમલાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો પોલીસ પર હુમલાના ૩ બનાવો સામે આવ્યા. વોન્ટેડ આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચ ગઈ તો જાહેર રોડ પર ભરચક ટ્રાફિકમાં દોડાદોડ થઈ ગઈ. આરોપીએ પોલીસ પર હત્યાનો પ્રયાસ કર્યોને સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્રશ્યોમાં દેખાતો આ શખ્સ છે હારુનશા ઉર્ફે હારુન બાવા.આરોપી દસેક જેટલા ગુનામાં વોન્ટેડ છે. આરોપી પ્રોહીબિશન, હત્યાની કોશિશ, શરીર સંબંધી ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે. જ્યારે પોલીસ તેને પકડવા જાય ત્યારે તે કાયમ આ રીતે હુમલો કરી ફરાર થઈ જતો અને ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા તેને પકડવા જતા શ્યામલ ચાર રસ્તા પર આ ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસની ટીમે તેને રોકતા જ તે ભાગવા લાગ્યો. ટ્રાફિક હોવાથી ફસડાઈ પડ્યો અને પોલીસના હાથ લાગતા તેણે પોલીસ પર હુમલો કરી દીધો.


આરોપી વેજલપુર અને મહેસાણા પોલીસના અનેક ગુનામાં વોન્ટેડ છે. જ્યારે આરોપીને પોલીસ પકડવા ગઈ ત્યારે તેની સાથે એક  સાહિલ ઉર્ફે મચ્છી અજમેરી પણ હતો. જોકે તે આ ભાગદોડનો લાભ લઇ ફરાર થઈ ગયો હતો. શ્યામલ ચાર રસ્તા પર સમી સાંજે જ્યારે પોલીસ અને કુખ્યાત આરોપી વચ્ચે ભાગદોડ થઈ ત્યારે લોકોમાં ગભરાઈ ગયા હતા. પણ પોલોસે કોઈ હેરાન ન થાય તે રીતે ચારેય બાજુથી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડ્યો.


આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતો હતો તે વખતે બૂમ પાડી સાહિલને તેની પાસે રહેલ છરો આપવા માટે કહ્યું હતું. સાહિલે છરો આપતા જ હારુનશાએ પોલીસને ધમકી આપી હતી કે અમને પકડવાની કોશિશ કરી તો આ છરાથી જાનથી મારી નાખીશ. તેમ કરવામાં હું જરાય ખચકાઈશ નહિ. એટલું કહીને સાહિલને પણ પોલીસ પર હુમલો કરવા માટે કહ્યું હતું. પણ સાહિલ ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube