ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતની બે રાજ્યસભાની સીટોની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તે માટે તમામ ધારાસભ્યોને પાલનપુર નજીક બાલારામ રીસોર્ટમાં લાવવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો બસ અને ઇનોવા ગાડીમાં બાલારામ રિસોર્ટમાં આવી પહોંચ્યા છે, જે આવતીકાલ સુધી રોકાણ કરશે જોકે વિપક્ષ નેતા પરેશ ધાણાનિએ કહ્યું હતું કે કોઈ ડરના કારણે નહિ પણ અમારી શિબિર માટે અમે અહીં આવ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે બપોર બાદ ડરેલી કોંગ્રેસે અચાનક નિર્ણય બદલીને ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવાને બદલે પાલનપુર લઈ ગઈ છે. ધારાસભ્યો સાથે અલ્પેશ ઠાકોર કે ધવલસિંહ જોડાયા નથી. આ સિવાય સુરેશ પટેલ, હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ, શૈલેષ પરમાર, વિક્રમ માડમ, ભીખા જોશી અને રાજેન્દ્રસિંહ પરમાર પણ બસમાં ગેરહાજર હતા.


સુરત: બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ પર CBIની લાલ આંખ, 48 સ્થળે દરોડા


કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગાંધીનગર સ્થિત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલો પર ભેગાં થયા હતા. જ્યાં ધારાસભ્યોની ગણતરી કર્યા બાદ સાંજે ચાર વાગ્યે વોલ્વો બસમાં માઉન્ટ આબુ જવાને બદલે પાલનપુર જવા રવાના થયા હતા. જ્યાં રાજ્યસભાની ચૂંટણીમાં નવોદીત ધારાસભ્યોએ કેવી રીતે મતદાન કરવું તે અંગેનો મોકપોલ અને વર્ક શોપ યોજાશે. ત્યાર બાદ તમામ ધારાસભ્યોને મતદાનના દિવસે એટલે કે 5 જુલાઈએ સવારે આઠ વાગ્યે સીધા વિધાનસભામાં લાવવામાં આવશે.


સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ, વરસાદથી ધારીમાં એક દિપડાનું મોત



કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યો તૂટવાનો ડર હોવાને કારણે કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને લઇને આબુ લઇ જવામાં આવી રહ્યા છે. 4 જેટલી અન્ય ખાનગી ગાડીઓમાં બીજા ધારાસભ્યો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ચિત્ર પર નજર કરીએ, તો હાલ ભાજપ પાસે 100 ધારાસભ્યો છે. કોંગ્રસના ધારાસભ્યો 71 છે. બીટીપીના 2 ધારાસભ્યો, 1 એનસીપી ધારાસભ્ય, 1 અપક્ષ ધારાસભ્ય છે. 4 વિધાનસભા સીટ ખાલી પડી છે. તો 3 સીટ વિવાદીત છે.