સપના શર્મા, અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા વરસાદની નવી આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નહર હવેલીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી 
આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


કયાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ હવે થશે વરસાદની જમાવટ, અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે કરી નવી આગાહી


આ જિલ્લામાં યલો એલર્ટ
અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં કોઈ એલર્ટ નથી. પરંતુ ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટની આગાગી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્કુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે. 


સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે
ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઇ છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે. આટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ-શોર ટ્રફ છે. જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8-8 ઈંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.