તો હવે ગુજરાતમાં થશે વરસાદની જમાવટ, અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે કરી નવી આગાહી

Gujarat Rain Alert: ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે વરસાદની આગાહી કરી દીધી છે. તમે પણ જાણો ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ.

ગુજરાતમાં નવી આગાહી

1/5
image

ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો બીજીતરફ ઘણી જગ્યાએ વરસાદની આતૂરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની નવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પ્રમાણે 15થી 17 જુલાઈ સુધીમાં ચંદ્ર વાયુ વાહક નક્ષત્ર નાડીમાં હોવાથી પવન સાથે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે 17 અને 18 જુલાઈએ દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

અંબાલાલ પટેલની નવી આગાહી

2/5
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે સારો વરસાદ થવાનો છે. એટલે કે જુલાઈ મહિનાના બાકી દિવસોમાં રાજ્યમાં મેઘરાજા હેત વરસાવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે વરસાદની માહિતી આપી છે. તેમણે કહ્યું કે 15થી 17 જુલાઈ સુધીમાં ચંદ્ર વાયુ વાહક નક્ષત્ર નાડીમાં હોવાને કારણે પવન સાથે વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે 17 અને 18 જુલાઈએ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 

ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે

3/5
image

19 જુલાઈએ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં અને બુધ સિંહ રાશિમાં આવતા 19 થી 24 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અનર દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવશે. અંબાલાલ પટેલે કહ્યું કે આ સમયે ઘણા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાય શકે છે. અમદાવાદ અંગે આગાહી કરતા અંબાલાલે કહ્યું કે ગુરૂ પૂર્ણિમાના દિવસે ઝાપટા અને અષાઢ વદમાં ભારે વરસાદ પડી શકે છે. એટલે કે અમદાવાદમાં 22 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી શકે છે. 

4/5
image

અંબાલાલ પટેલે કહ્યું કે 25થી 27 જુલાઈ દેશના પૂર્વીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ આવશે. જેના કારણે 30 અને 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 7 ઓગસ્ટ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. એટલે કે ગુજરાતમાં વરસાદની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. જુલાઈ મહિનાના બાકી 15 દિવસ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.   

સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે

5/5
image

ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઇ છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે. આટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ-શોર ટ્રફ છે. જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8-8 ઈંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.