તાત્કાલિક લોન ભરપાઈ કરી દો નહિ તો એકાઉન્ટ ફ્રોડ જાહેર કરાશે! આવો મેસેજ આવે તો ગભરાતા નહીં...

મહિલાઓમાં મળેલી નોટિસોમાં એક નોટિસ એવી પણ છે કે જે મહિલા હયાત જ નથી. વર્ષ 2021માં જે મહિલાનું કોરોનામાં અવસાન થયેલું. તે મહિલાએ 2023માં લોન લીધી હોવાનું બતાવી બેન્કે નોટિસ મહિલાના ઘરે મોકલી દીધી છે.
તેજસ દવે/મહેસાણા: મહેસાણાના ખેરાલુના એક ગામની મહિલાઓને નોટિસ મળી છે કે તાત્કાલિક લોન ભરપાઈ કરી દો નહિ તો તમારું એકાઉન્ટ ફ્રોડ જાહેર કરાશે. મહેસાણાના ખેરાલુ સતલાસણા રોડ પર આવેલા ચોટીયા ગામની આ મહિલાઓમાં કોઈ ઘરકામ કરે છે તો કોઈ પશુપાલન. કેટલીક મહિલાઓએ તો હજુ સુધી અમદાવાદ જોયું નથી અને અમદાવાદ ના એલીસબ્રિજ વિસ્તારમાં આવેલી શ્રી મહિલા સેવા સહકારી બેંક લી.થી ખેરાલુના ચોટીયા ગામની મહિલાઓને નોટિસ મળી છે.
મુકેશ અંબાણીના 38 રૂપિયાના શેર પર રોકાણકારો તૂટી પડ્યા , શેરે પકડી રોકેટ સ્પીડ
મહિલાઓને મળેલી નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે, તમારા દ્વારા લીધેલ લોનના હપ્તા ભરવામાં આવ્યા નથી. જેથી ખાતું NPA કરવામાં આવ્યું છે અને નોટિસ મળેથી 21 દિવસમાં લોન ભરપાઈ કરી દેવી. અમદાવાદ મુખ્ય ઓફીસ અથવા બેંકની શાખામાં ૩૫,૦૦૦ થી લઇ ૩૮,૦૦૦ જમાં કરાવી દેશો. અન્યથા બેંક આપનું ખાતું ફ્રોડ જાહેર કરશે. અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની ને જાણ કરાશે. આમ, આવી નોટિસો મળતા સમગ્ર ગામની મહિલાઓ ચિંતામાં મૂકાઈ છે.
Gold Rate: હાશ હૈયે ટાઢક થઈ! સસ્તું સોનું લેવાની તક, સોનાના ભાવમાં આજે પણ ઘટાડો
મહિલાઓમાં મળેલી નોટિસોમાં એક નોટિસ એવી પણ છે કે જે મહિલા હયાત જ નથી. વર્ષ 2021માં જે મહિલાનું કોરોનામાં અવસાન થયેલું. તે મહિલાએ 2023માં લોન લીધી હોવાનું બતાવી બેન્કે નોટિસ મહિલાના ઘરે મોકલી દીધી છે. ત્યારે મૃતક મહિલાના પતિને પણ આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે બને? હવે સમગ્ર મામલે ગામના આગેવાનો, પૂર્વ સરપંચ સહિત મહિલાઓ આ મામલે યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે.
બાગપતમાં મોટી દુર્ઘટના, મંદિરનો એક હિસ્સો તૂટી પડવાથી 50 શ્રદ્ધાળુઓ દટાયા, 7ના મોત
ચોટીયા ગામની મહિલાઓ અને અન્ય વ્યક્તિઓ એ ખેરાલુ ની બેંકમાંથી લોન લીધી છે. પરંતુ જે બેંકની નોટિસો આવી તે બેંક જોઈ પણ નથી. ત્યારે શંકા એ પણ છે કે આધાર કાર્ડ સહિત ડોક્યુમેન્ટ નો કોઈ એજન્ટ દ્વારા દુરુપયોગ પણ કરાયો હોય શકે. જાણવા મળેલ વિગતો મુજબ આ બેંકના મેનેજર એ નંદાસણમાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ફરિયાદ પણ આપી હતી. જે મામલે તપાસ પણ ચાલી રહી છે. ત્યારે ચોટીયાની મહિલાઓના બેંકની નોટિસ મળતા સિબિલ ખરાબ થવાનો ડર પણ સતાવી રહ્યો છે. જે મામલે હવે પોલીસમાં ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે.