અતુલ તિવારી, અમદાવાદ: આજે સમર્ગ વિશ્વમાં અદ્રશ્ય અને જીવલેણ એવા કોરોના વાયરસ મહારોગ ને લીધે હાહાકાર સર્જાયો છે, તેને લીધે સેકંડો લોકો ના મૃત્યુ થયા છે અને લાખો લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે ત્યારે મોટા ભાગના દેશોમાં સંપૂર્ણ કે આંશિક લોકડાઉનની પરિસ્થિતિ છેલ્લા એક મહિનાથી વધુ પ્રવર્તી રહી છે .અદ્યતન સાયન્સ તથા એલોપેથી જયારે હજુ સુધી આ વાયરસ સામે કોઈ નક્કર રસી શોધી નથી શક્યું ત્યારે એક માત્ર આપણી પ્રાચીન ભવ્ય સંસ્કૃતિને આધીન આયુર્વેદિક અને હોમીઓપેથીક શાસ્ત્રમાં બતાવેલ ઉપચારથી રોગપ્રતિકારક શક્તિ વધારીને આ વાયરસ સામે રક્ષણ કરવું શક્ય બન્યું છે. તાજેતર માં, આયુષ વિભાગ દ્વારા લેવામાં આવેલા નક્કર અને સજાગ પગલાંઓ ને લીધે કોવીડ-૧૯ પર જે કાબુ મેળવ્યો છે તે આજે વૈશ્વિક મંચ પર પ્રશંસાને પાત્ર બન્યો છે. આ વિષય પર વિદ્યાર્થીઓ, વાલીમિત્રો અને ફેક્લટી મેમ્બર્સ સાથે વિસ્તૃત વાત કરવા તા.૦૩ મે ૨૦૨૦ ના રોજ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા એક ખાસ ઓનલાઇન સેશન નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એકમાત્ર મુખ્ય વક્તા તરીકે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમાન શ્રીપદ યેસો નાયક, આયુર્વેદ, યોગ અને નિસર્ગોપચાર, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) વિભાગ ના મંત્રી શ્રી  અને સંરક્ષણ રાજ્ય પ્રધાનના કેન્દ્રીય રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) ને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેબિનારમાં 5000થી વધુ લોકોએ ભાગ લીધો
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ઓનલાઇન સેશન માં ૫૦૦૦ થી વધુ પાર્ટિસિપન્ટસે ભાગ લીધો હતો, તેમાં મુખત્વે તમામ સ્ટાફ મેંબર્સ, હાલ ભણી રહેલા તેમ જ દેશ અને વિદેશો માં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીમિત્રોએ ખુબ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. વેબિનારની શરૂઆતમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિષભ જૈન, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આદિ જૈન અને પ્રોવોસ્ટ ડો. કાર્તિક જૈન દ્વારા માનનીય મંત્રી શ્રીપદ નાયકનું ઉષ્માભેર, લાગણીશીલ અને સન્માનપૂર્વક સ્વાગત કર્યું હતું.  શ્રી રિષભ જૈને જણાવ્યું હતું કે, વિશ્વમાં આજે સૌથી કપરો સમય ચાલી રહ્યો છે તેવા સમય માં આજે સૌ કોઈને આયુષ વિભાગ પર આશા અને ભરોસો છે. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ પહેલ કરીને ઉમદા હેતુ હેઠળ પોતાના ગાંધીનગર કેમ્પસ ખાતે આવેલી હોસ્ટેલ અને હોસ્પિટલની જગ્યા ને જો જરૂર પડે તો ક્વોરન્ટાઈન માટે ફાળવવા ગુજરાત સરકાર ને નમ્ર અપીલ કરી છે અને જેની સ્વીકૃતિ પણ પ્રાપ્ત થઇ છે. તેઓએ સ્વર્ણિમ યુનિવર્સિટી ના હેલ્થ સાયન્સ વિભાગ દ્વારા શરુ આવેલ વિવિધ પ્રવૃતિઓ જેમ કે આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં વિના મુલ્યે ઉકાળા નું વિતરણ, ઈ-ટેલી મેડિસિન કાઉન્સેલિંગ જેવા ઇનિશિએટિવ વિષે માહિતગાર કાર્ય હતા.


'સોશિયલ ડિસ્ટન્સ, સ્વચ્છતા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો એ જ વાયરસથી બચવાનો એક માત્ર ઉપાય'
મંત્રી શ્રી એ પોતાના મંતવ્યમાં તાજેતરમાં દેશભર માં કોવીડ-૧૯ ને લીધે પ્રવર્તી રહેલી સ્થિતિ વિષે વાત કરી હતી. દેશભર માં આજે લોકડાઉનને ૪૨ થી વધારે દિવસો પસાર થઇ ગયા છે અને હજુ ૧૫ દિવસ સુધી લોકડાઉન લંબાવાયું છે. તેઓએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ છીંક કે ઉધરસ ખાવાથી અને એકબીજા ના સંપર્ક માં આવાથી તરત ફેલાય છે. આ વાયરસ ની કોઈ નક્કર કોઈ દવા કે રસી શોધાઈ નથી. સોશ્યિલ ડિસ્ટન્સ, સ્વચ્છતા અને રોગપ્રતિકારક શક્તિ માં વધારો એ જ આ વાયરસ થી બચવાની એક માત્ર ઉપાય છે. લોકોએ જાહેરમાં થૂંકવું કે છીંક ખાવી ના જોઈએ, પોતાના મુખ પાર માસ્ક રાખીને ને જ  બહાર નીકળવું જોઈએ અને વારંવાર હાથ ધોવા જોઈએ જેથી વાયરસ આગળ પ્રસરી ના શકે. કોરોના વાયરસ કોઈ પણ ધાતુ પર ઘણા લાંબા સમય સુધી જીવિત રહે છે તેથી જ આપણે સૌને સ્વચ્છતા નું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. સારી ખોરાકની આદત, બેલેન્સ ડાયેટ, યોગા, શારીરિક કસરત એ પણ ખુબ અગત્યનો રોલ ભજવે છે. યોગ માટે આપણને કોઈ પણ અદ્યતન જિમ ની સુવિધાની જરૂર નથી. 


આયુષ મિનિસ્ટ્રી ની ગાઇડલાઇન મુજબ રસોઈમાં હલ્દી (હળદર), જીરા (જીરું), ધાણીયા (ધાણા) અને  લહસૂન (લસણ) ની ભલામણ કરવામાં આવી છે. તેમ જ તુલસી (તુલસી), દાલચિનીમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો, (તજ), કાલિમિર્ચ (કાળા મરી), શુંથી (સુકા આદુ) અને મુનાક્કા(કિસમિસ) - દિવસમાં એક કે બે વાર,  ગોળ (કુદરતી ખાંડ) અને / અથવા તાજી તાહતા લીંબુનો રસ, પીવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. આ વસ્તુઓના સેવન ની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે અને કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક સાબિત થાય છે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube