અમદાવાદ : શહેરમાં કોરોનના કેસોના સંક્રમણને અટકાવવા માટે અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા ડોમ બનાવીને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. જેમાં શહેરનાં તમામ ઝોનમાં આ પ્રકારની કામગીરી ચાલી રહી છે. અહીં સવારે 9થી 5 વાગ્યા સુધી ટેસ્ટિંગ કરવામાં આવે છે. જો કે આ ડોમ હાલ તો શોભાના ગાંઠી સમાન બની ગયા છે. શહેરના ઘાટલોડીયાના પ્રભાતચોક વિસ્તાર અને પકવાન ચાર રસ્તા પર રહેલા ડોમમાં સ્ટાફ જ હાજર નહી રહેતા લોકોના ટોળા થયા હતા. 
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી અંગે 29 સપ્ટેમ્બરની બેઠકમાં થશે નિર્ણય

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોને જેમ જેમ ડોમ અંગે માહિતી મળી રહી છે તેમ તેમ શંકાસ્પદ લક્ષણો હોય તેવા લોકો અહીં ટેસ્ટિંગ માટે આવે છે. જો કે ધર્મસંકટ છે કે ટીમ જ હાજર રહેતી નથી. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે. જો કે આ અંગે કોર્પોરેશનનાં અધિકારીઓ દ્વારા કોઇ જ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. જેના કારણે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. 


ચોમાસું હવે થોડા દિવસનું મહેમાન, આ તારીખે ગુજરાતમાંથી લેશે વિદાય

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા અચાનક નાટકીય રીતે ટેસ્ટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. અગાઉના આંકડાની સાપેક્ષમાં હાલમાં ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ વર્તાઇ રહ્યું છે. કેન્દ્રીય સ્તરે પણ ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવ્યા છે. ત્યારે આ ડોમમાં સમજી વિચારીને સ્ટાફ નથી મુકવામાં આવી રહ્યો કે, સ્ટાફની લાલીયાવાડી છે તે તો તંત્ર જ જાણે. હાલ તો નાગરિકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube