અમદાવાદઃ ગુજરાતના વરિષ્ઠ અને જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની વયે દુખદ નિથન થયું છે. તેમના નિધનથી મીડિયા જગતમાં શોકની લાગણી થવાય છે. પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર દુખ વ્યક્ત કર્યું છે. ગુજરાતના પણ અન્ય રાજનેતાઓ અને મોટી હસ્તિઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા જગતમાં 60 વર્ષ કર્યું કામ
પદ્મશ્રી ઝવેરીલાલ દલપતરામ મહેતા ગુજરાતના સૌથી અનુભવી ફોટો જર્નાલિસ્ટ હતા. તેમણે અખબારોમાં 60 વર્ષ સુધી કામ કર્યું હતું. તેઓ પોતાની તસવીરો માટે માત્ર ગુજરાત જ નહીં દેશમાં પણ જાણીતા હતા. ફોટો જર્નાલિસ્ટ અને સાહિત્ય તથા શૈક્ષણિક ક્ષેત્રમાં તેમના યોગદાનને બિરદાવતા ભારત સરકારે 2018માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. 


પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, પીએમ મોદીએ એક્સ પર લખ્યું- 'ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના અવસાનના સમાચાર અત્યંત દુખદ છે. અખબાર જગતમાં લાંબી કારકિર્દી દરમિયાન ફોટો જર્નાલિઝમ ક્ષેત્ર એમનું યોગદાન હંમેશા યાદ રહેશે. સદ્વતના આત્માને શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના.. ઓમ શાંતિ.'


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube