Ahmedabad Property Market Investment : ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજ્યભરની 127 કોલોનીના 30 હજાર મકાનોને રીપેર કરાવવા કે રીડેવલપમેન્ટ સ્કીમમાં જોડાવવા માટેની નોટિસ ફટકારી છે. 30 થી 50 વર્ષ જુના અને રીપેરીંગ માંગતા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના સ્લેબ, છત કે અન્ય ભાગો પડવાના બનાવો વારંવાર સામે આવતા હોય છે. ત્યારે સુરક્ષાને ધ્યાને રાખી હાઉસિંગ બોર્ડે અતિ જર્જરિત આવાસોની યાદી બનાવી 127 કોલોનીના 30 હજાર મકાનોને નોટિસ ફટકારી રીપેર કરવા કે રીડેવલપમેન્ટ જોડાવવા જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જર્જરિત સોસાયટીઓ શોધવા માટે 25 ટીમ બનાવી હતી
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડની એકતા સોસાયટીમાં વર્ષો પૂર્વે છત ધરાશાયી થતા બે લોકોના મૃત્યુ થયા હતા. બાદમાં રાજ્ય સરકારે રીડેવલપમેન્ટ સ્કીમ રજૂ કરી હતી. વર્ષો વીતવા છતાં પણ રહીશો આ સ્કીમમાં જોડાઈ નથી રહ્યા. અનેકવાર હાઉસિંગ બોર્ડના મકાનોની છત પાડવાના કે જાનહાનિ થવાના બનાવો સામે આવે છે. ત્યારે ચોમાસા અને લોકોની સુરક્ષાને ધ્યાને લઇ સર્વે બાદ અતિ જર્જરિત 127 કોલોનીઓને રીડેવલપ કરાવવા કે રીપેર કરાવવાની નોટિસ ફટકારવામાં આવી. જેમાં અમદાવાદમાં આવતી 24 અને એના અલગ અલગ વિભાગો, વડોદરાની 21, સુરત 9, રાજકોટ વિભાગમાં આવતી 19 કોલોનીઓ અને તેના વિભાગો મળી 127 નો સમાવેશ થાય છે. હાઉસિંગ બોર્ડે અતિ જર્જરિત સોસાયટીઓ શોધવા માટે 25 ટીમ બનાવી હતી. સર્વે બાદ નોટિસ ફટકારવામાં આવી છે. 


ભરૂચ બેઠક આપને પધરાવી દેતા મુમતાઝ પટેલ થઈ નારાજ, તો ગોપાલ ઈટાલિયાએ કર્યો ધડાકો


અનેકોને નોટિસ ફટકારી 
ગુજરાત હાઉસીંગ બોર્ડના ચીફ એન્જિનિયર એચવી ઝડફિયાએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી હાઉસિંગ બોર્ડે 1011 સોસાયટીઓ બનાવી છે. જે પૈકી 971 કોલોનીઓ 1998 પહેલા બનાવેલી છે. જેમાં 517 કોલોની 3/4 માળના ફ્લેટની બનાવેલી છે. કોલોનીઓ જૂની થયા બાદ સર્વેની કામગીરી કરતા 361 કોલોનીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય ના હોવાના પ્રશ્નો સામે આવ્યા હતા. જેમાં હાઉસિંગ બોર્ડે 25 ટીમ બનાવી 127 અતિ જર્જરીત કોલોનીઓને આઇડેન્ટિફિકેટ કરી નોટિસ ફટકારવામાં આવી. 


ગુજરાતમાં બીજી મહામારી લાવી શકે છે આ રાક્ષસી છોડ, ગાંધીનગરના કિસ્સાથી ચેતી જજો


રહીશો તૈયાર થયા, તો દસ્તાવેજ ક્લિયર નથી 
તો બીજી તરફ, નોટિસ મળ્યા બાદ હવે સ્થાનિકો રિડેવલપમેન્ટ માટે તો તૈયાર છે. પરંતુ દસ્તાવેજ અને ક્લિયર ના થયા હોવાથી સમસ્યા થઈ રહી હોવાનું કારણ આગળ ધરી રહ્યા છે. હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં વધારાનું બાંધકામ થયેલું છે ત્યારે રહીશો અપેક્ષા રાખી રહ્યા છે કે જુના ભાવે સ્કવેરફુટ ભાવ લેવામાં આવે અને દસ્તાવેજ થાય તો રહીશોએ 7-8 લાખ રૂપિયા બદલે ઓછી રકમમાં કામ પૂર્ણ થાય.


સ્થાનિકો કેમ રિડેવલપમેન્ટ સ્કીમમાં જવા તૈયાર નથી?
હાઉસિંગ બોર્ડની કોલોનીઓ 30 થી 50 વર્ષ જૂની છે. મોટાભાગની સોસાયટીઓ જર્જરિત અવસ્થામાં છે. ત્યારે રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ તમને નવા ઘર મળે અને મૂળ મકાનના 40 ટકા વધારે બાંધકામ વાળા મળતા હોવા છતાં અનેક જગ્યાઓ પર લોકો ખંડેર સોસાયટીઓમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ રીડેવલપમેન્ટ સ્કીમમાં જવા તૈયાર નથી થઈ રહ્યા.


બેગમાં પાણી લીધા વગર ગિરનાર પર્વત ચઢતા નહિ, તંત્ર દ્વારા લેવાયો મોટો નિર્ણય