ડોમિનોઝના પિત્ઝામાંથી જીવડું નીકળતા દોડતું થયું હેલ્થ વિભાગ, અનેક જાણીતી ફૂડ બ્રાન્ડ્સને નોટિસ ફટકારી
દિવાળી (Diwali) આવતા પહેલા જ આરોગ્ય વિભાગ (Health Department) સફાળુ જાગ્યું છે અને અમદાવાદ (Ahmedabad) ના અનેક ફૂડ એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે અમદાવાદની અનેક ફેમસ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ જોઈન્ટ્સને દંડ ફટકારવામાં આવ્યા હતા. તેમજ કેટલાકને આરોગ્ય વિભાગના માપદંડ ન સાચવવા માટે નોટિસ પણ મોકલવામાં આવી છે. જેમાં ડોમીનોઝ પિત્ઝા (Domino`s Pizza), કર્ણાવતી દાબેલી (Karnavati Dabeli) , ફાસોસ (Faasos), મિસ્ટર પફ (Mr Puff) , જયભવાની વડાપાંઉ (Jaybhavani Vadapav) , સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ (Saurashtra Gathiya Rath), ડેન્ગી ડમ (Dangee Dums), શંભુ કોફી બાર (Shambhu Cofee bar) સહિત અનેક ફૂડ એકમોને દંડ ફટકારવામાં આવ્યા છે.
અમદાવાદ :દિવાળી (Diwali) આવતા પહેલા જ આરોગ્ય વિભાગ (Health Department) સફાળુ જાગ્યું છે અને અમદાવાદ (Ahmedabad) ના અનેક ફૂડ એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે અમદાવાદની અનેક ફેમસ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ જોઈન્ટ્સને દંડ ફટકારવામાં આવ્યા હતા. તેમજ કેટલાકને આરોગ્ય વિભાગના માપદંડ ન સાચવવા માટે નોટિસ પણ મોકલવામાં આવી છે. જેમાં ડોમીનોઝ પિત્ઝા (Domino's Pizza), કર્ણાવતી દાબેલી (Karnavati Dabeli) , ફાસોસ (Faasos), મિસ્ટર પફ (Mr Puff) , જયભવાની વડાપાંઉ (Jaybhavani Vadapav) , સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ (Saurashtra Gathiya Rath), ડેન્ગી ડમ (Dangee Dums), શંભુ કોફી બાર (Shambhu Cofee bar) સહિત અનેક ફૂડ એકમોને દંડ ફટકારવામાં આવ્યા છે.
રેસ્ટોરન્ટ્સના લિસ્ટ | કેટલો દંડ થયો |
ડેન્ગી ડમ્સ, મણિનગર | 1000 |
શંભુ કોફી બાર, થલતેજ | 1000 |
ફોસાસ ફુડ સર્વિસ, સોલા | 5000 |
સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ, શાહી બાગ | 5000 |
મિસ્ટર પફ, મણિનગર | 3000 |
કર્ણાવતી દાબેલી, વસ્ત્રાપુર | 2000 |
જયભવાની વડાપાંઉ, વસ્ત્રાપુર | 1500 |
બંટી ફાસ્ટફુડ, આંબાવાડી | 5000 |
રી બેલ ફૂડ્સ (ફાસોસ), નવરંગપુરા | 5000 |
પ્રાચી ફૂડ્સ, મણિનગર | 5000 |
ધ બિગ એફ, વસ્ત્રાપુર | 5000 |
સિટી સ્વાદ રેસ્ટોરા, શાહીબાગ | 3000 |
માધવ થાળ, મણિનગર | 2500 |
રાજસ્થાન ભોજનાલય, શાહીબાગ | 2000 |
વિજયસિંહ પઢિયાર, શાહીબાગ | 1500 |
સાપ પકડીને ગરબે ઘૂમી બાળાઓ, video Viral થયા બાદ વનવિભાગ દોડતું થયું
ડોમીનોઝના પિત્ઝામાંથી જીવડું નીકળ્યું
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરના વિવિધ ફૂડ એકમો કેવા પ્રકારનું ફૂડ પિરસે છે તેના પુરાવા સામે આવી રહ્યાં છે. આ લિસ્ટમાં અમદાવાદના સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલ કલાસાગર મોલમાં આવેલ ડોમીનોઝ પિત્ઝામાં ઓર્ડર કરેલા પિત્ઝામાંથી જીવડુ નીકળ્યું હતું. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ બ્રાન્ચને સીલ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા અમદાવાદની સંકલ્પ રેસ્ટોરન્ટ્સના ફૂડમાંથી વંદો નીકળ્યો હતો.]
કોને કોને નોટિસ અપાઈ :
વુડ જોન્સ પિઝા, મણિનગર |
એઆરપીએલ રેસ્ટોરા (હોક્કો ઈટરી), વસ્ત્રાપુર |
કાન્હાઈ ફૂડ પ્રોડક્ટ, કભીભી |
ગિરીરાજ ફુડ (જય ભવાની વડાપાંઉ) |
શ્રી મારુતિનંદન કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, પાલડી |
અમન પીઝા એન્ડ સેન્ડવીચ, પાલડી |
જય ભવાની વડાપાંઉ, પાલડી |
ધંધુકા : કાર અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરમાં 4ના ઓન ધી સ્પોટ મોત
આરોગ્ય વિભાગની મોટી કામગીરી
શુક્રવારે અમદાવાદના આરોગ્ય વિભાગ દ્વારા મોટી કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 34થી વધુ ફૂડ એકમોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 27ને નોટિસ મોકલવામાં આવી હતી. તેમજ 47 હજારનો દંડ આ ફૂડ એકમો પાસેથી વસૂલવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક ફૂડ એકમોના ફૂડનું ધારાધોરણ યોગ્ય છે કે નહિ તે તપાસમાંથી તેના નમૂના લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા હતા. આમ, આરોગ્ય વિભાગ દ્વારા અનહેલ્થી ફૂડ પિરસનારા ફૂડ એકમો સામે કડક પગલા લેવાયા હતા. જેમાં મોટી બ્રાન્ડ્સ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, ડોમિનોઝના પિત્ઝામાંથી જીવડુ નીકળ્યાની ઘટના બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :