અજય શીલુ/પોરબંદર :રાજ્યભરમાં કોઈ પણ શેરી-ગલી કે રસ્તા પર આપ નજર કરો એટલે રસ્તે રખડતા ઢોર ડેરો જમાવીને બેઠલા નજરે ચડશે. તેમાં પણ આખલાઓ (Bull Fight) દ્વારા જાહેર રસ્તાઓ પર ખેલાતા યુદ્ધના કારણે અનેક લોકો હોસ્પિટલના બિછાનેથી લઈને મોતના મુખ સુધી પહોંચ્યા છે. પોરબંદર (Porbandar) મા રખડતા ઢોર લોકોના માથાનો દુખાવો બન્યા છે. રસ્તે ફરતા રેઢિયાળ ઢોરોને (Animals) કારણે હવે પ્રજાજનો તો પરેશાન બન્યા છે, ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લાની ચાર નગરપાલિકા વિસ્તારમા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. પોરબંદર જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં ઢોરને ખુલ્લા મુકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ માટે નગરપાલીકાના સત્તાવાળાઓએ કાર્યવાહી કરવાની રહેશે તેવો હુકમ પણ કરવામા આવ્યો છે. પરંતુ જમીની હક્કીત અલગ જ જોવા મળી રહી છે. કારણ કે શહેરમા પાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામા નથી આવી રહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આજે રખડતા ઢોરના કારણે વૃદ્ધો અને ખાસ કરીને નાના બાળકો સહિતના લોકો જે રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે આખલાઓના યુદ્ધના કારણે ક્યાંથી ચઢી આવે છે તેનો ખ્યાલ રહેતો નથી. જેના કારણે રેઢીયાળ ઢોરોનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. ત્યારે સ્થાનિકો આ જાહેરનામાને પણ નાટક ગણાવી રહ્યા છે. ભૂતકાળમાં આવા અનેક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે ત્યારે થોડા દિવસો કામગીરી કરવામા આવે છે. પરંતુ ત્યાર બાદ જેમની તેમ પરિસ્થિતિ જોવા મળે છે. જેના કારણે લોકો એવું માની રહ્યા છે કે, માત્ર કાગળ પર નહિ પરંતુ ખરેખર નક્કર કાર્યવાહી કરવામાં આવે તો જ આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે તેમ છે.


પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રખડતા ઢોર મામલે જાહેરનામુ તો બહાર પાડી દેવામા આવ્યુ છે પરંતુ જેઓને તેનું પાલન કરવાનુ છે તેવી પાલિકાઓ પાસે રેઢીયાળ પશુઓને પકડીને કોઈ સ્થળે સાચવવા અને તેના નિભાવ માટે કોઈ ભંડોળ નથી. ત્યારે આગામી દિવસોમા આ જાહેરનામાની કઈ રીતે અમલવારી કરવામા આવે છે તે જોવુ રહ્યું.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :