અમદાવાદીઓને રસ પડે તેવા સમાચાર, રિવરફ્રન્ટના નવા પ્રોજેક્ટની હરાજી માટે જાહેર થઈ બેઝ પ્રાઈઝ
Ahmedabad Riverfront : અમદાવાદ રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ હાઈરાઈઝ ઈમારતો બનવાની છે, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બે પ્લોટની જાહેર હરાજી માટે બેઝ પ્રાઇઝ જાહેર કરાઈ
Ahmedabad Property Market : અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ હાલ હરણફાળ ભરી રહ્યું છે. એ દિવસો દૂર નહિ હોય જ્યારે આ શહેર માયાનગરી મુંબઈની હરોળમાં આવીને ઉભું રહી જશે. આ શહેરમાં અનેક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે, જેને કારણે પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું છે. પરંતું હવે શહેરનો મધ્ય વિસ્તાર પણ વિકાસના પંથે છે. અમદાવાદની શાન સમા રિવરફ્રન્ટ પાસે ગગનચુંબી ઈમારતો બનવાની છે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બે પ્લોટની જાહેર હરાજી માટે બેઝ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પર સતત નવા પ્રોજેક્ટ લાવવામાં આવી છે. અમદાવાદનું આ સ્પોટ એક ફુલ પિકનિક સ્પોટ બની ગયું છે. જ્યા બધુ મળી રહે. ત્યારે રિવરફ્રન્ટ પાસે બહુમાળી ઈમારતો ઉભી કરવાનું આયોજન કરાયું છે. અંદાજે 13 થી 14 માળની આ હાઈરાઈઝ ઈમારતો હશે. ત્યારે હવે આ અંગે મોટા અપડેટ આવ્યા છે.
દહેગામ દુર્ઘટનામાં ચૌહાણ પરિવારે બે વ્હાલસોયા દીકરા ગુમાવ્યા, પિતા પર આભ તૂટી પડ્યું
હાઈએસ્ટ બીડ ભરનારને પ્લોટ ફાળવાશે
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બે પ્લોટની જાહેર હરાજી માટે બેઝ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. જેના માટેના RFP બહાર પાડવામાં આવશે. વિવિધ કંપનીઓ અને ડેવલોપર દ્વારા બિડ ભરવામાં આવશે અને ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં બીડ ખોલવામાં આવશે. સૌથી વધારે જે હાઈએસ્ટ બીડ ભરશે તેને પ્લોટ ફાળવવામાં આવશે. ૧૩મી સપ્ટેમ્બરથી આરપીએફ રજૂ કરી શકાશે અને તેની છેલ્લી તારીખ ૧૫મી સપ્ટેમ્બર સાંજે ચાર વાગ્યા સુધી નિશ્ચિત કરવામાં આવી છે.
આવું છું કહીને ગયા હતા... દહેગામમાં 8 યુવકોના મોતથી પરિવારોમાં હૈયાફાટ રુદન