ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ડાકોર દર્શનાર્થે જતાં તમામ ભક્તોને હવે વિના મૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવશે. મહત્વનું છે કે ડાકોર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો રણછોડરાયજીના દર્શન માટે જતાં હોય છે. ભાવિકોના હિતમાં ડાકોર મંદિર કમિટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ડાકોરમાં ભાવીકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભક્તોને મળશે ભોજન
ડાકોર મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો જતાં હોય છે. ત્યારે રણછોડરાયજીના દર્શને આવતા ભક્તોને ભોજન મળી રહે તે માટે મંદિર સમિતીએ મોટો નિર્ણય કર્યો છે. હવે ડાકોરમાં બધા ભક્તોને વિના મૂલ્યે ભોજન કરાવવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ડાકોર દર્શને આવતા તમામ ભક્તોને પ્રસાદીનો લાભ લેવાની અપીલ પણ કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ માવઠું, વરસાદ અને વાવાઝોડું, જતાં-જતાં ગુજરાતમાં ખેલ કરી શકે છે વરસાદ, આવી છે આગાહી


આજે ડાકોરમાં અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ ડાકોર રણછોડરાયજી મંદિરના ભંડારી મહારાજ દ્વારા શ્રી રણછોડરાયજી પ્રસાદનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સૌ ભાવિકો લાભ મેળવી શકશે.


મહત્વનું છે કે ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોય છે. ત્યારે હવેથી આ ભોજન પ્રસાદીનો હજારોની સંખ્યામાં ભક્તોને લાભ મળશે. ભોજન પ્રસાદી બનાવવામાં સ્વચ્છતાનું ધ્યાન રખાયું છે. સ્વસ્છતા જળવાઈ રહે અને બધા ભક્તો શાંતિથી ભોજન પ્રસાદીનો લાભ લઈ શકે તે તમામ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.