અમદાવાદ : સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કોરોના સંક્રમિત દર્દીઓ માટે ક્વોરન્ટીન સેલ યુનિટ બનાવ્યું છે. 150 જેટલા યુનિટ રાજ્યનાં અલગ અલગ હોસ્પિટલને દાન આપવામાં આવ્યા છે. છત્ત નામની સંસ્થાના સ્વયંસેવી સ્થપતિઓ દ્વારા અને ઇજનેરો દ્વારા તથા વિદ્યાર્થીઓનાં ગ્રુપ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ફાઉન્ડેશન અંતર્ગત આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ કોરોનાના દર્દીઓ દ્વારા આઇસોલેશન માટે વાપરી શકાય છે. આ ઉપરાંત રહેઠાણ વગર નિરાશ્તીર રહેતા લોકો માટે આશ્રય સ્થાન તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાહિત્યકાર ભગવતીકુમાર શર્માના અધૂરા રહી ગયેલા ગરબાને પૂરા કરશે સુરતનું એક ગ્રૂપ

પ્રોજેક્ટા કો ફાઉન્ડર સપન હીરપરાએ જણાવ્યું કે, બામ્બુના ફોલ્ડેડ બેડ, પાર્ટીશન યુનિટ, ફૂટ ઓપરેટેડ સેનેટાઇઝર યુનિટ, આ ઉપરાંત મ્યુનિસિપલ શાળાઓ માટે વોશબેસિન જેવી અનેક વસ્તુઓનું નિર્માણ આ સંસ્થા દવારા કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તેમની સંસ્થાએ સરકારને મદદરૂપ થવા માટે વિચાર્યું હતું. જેથી તેમણે એક એવું યુનિટનું નિર્માણ કર્યું છે કે, જેના કારણે કોરોના દર્દીઓને કોઇ પણ મુશ્કેલી વગર આમા રાખી શકાય છે. આ ઉપરાંત તેમાં કોઇ પણ પ્રકારનું નિર્માણ કરવાની જરૂર રહેતી નથી. તે ગમે તે સ્થળે ઉભુ કરી શકાય છે. જેથી સરકાર માટે ખુબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે. 


 

સુરત ongc બ્લાસ્ટમાં મજૂરનું મોત, ધડાકાને કારણે ઝૂંપડામાં આગ લાગી હતી

કોરોના યુનિટની શું છે ખાસીયત?
* 7*7 ના આ યુનિટને બામ્બુ અને હાઇડેન્સિટી પ્લાસ્ટકમાંથી બનાવાયું છે. 
* કેમિકલ યુક્ત હાઇડેન્સિટી પ્લાસ્ટિક હોવાનાં કારણે કોરોના વાયરસ 1 કલાક પણ ટકતો નથી
* પ્લાસ્ટિક કેમિકલયુક્ત હોવાથી કોરોના વાયરસ કે અન્ય વાયરસ 1 કલાકથી વધારે ટકતો નથી
* એક બેડ, ટેબલ, દવા માટેનું સ્ટેન્ડ પણ મુકવામાં આવ્યું છે. 
* યુનિટમાં વોશબેસિન અને વોશરૂમને પણ એટેચ કરી શકાય છે. 
* પ્લાસ્ટિક તાપ અને વરસાદની સામે રક્ષણ આપે છે. 
* આ યુનિટનો કોરોના વોરિયર્સ કોરોના પેશન્ટ, મેડિકલ સ્ટાફ માટે આઉટ સાઇડ પોઇન્ટ પર ઇન્સ્ટોલ કરીને યુઝ કરી શકાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube