હવે ભરતસિંહના પત્નીએ કર્યો ખુલાસો, કોંગ્રેસ નેતા પર રેશમા પટેલે લગાવ્યા ગંભીર આરોપ
ગુજરાત કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી (bharatsinh solanki) એ તેમના પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી. હવે તેમના પત્ની રેશમા પટેલે આ નોટિસ બાદ મોટો ખુલાસો કર્યો છે.
ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાત કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી (bharatsinh solanki) એ તેમના પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી. હવે તેમના પત્ની રેશમા પટેલે આ નોટિસ બાદ મોટો ખુલાસો કર્યો છે. ભરતસિંહ સોલંકીના પત્નીએ પોતાના વકીલ નિખીલ જોશી મારફતે જાહેર નોટિસ સામે ખુલાસો આપ્યો છે. મહત્વનું છે કે ભરતસિંહે નોટિસ મોકલીને કહ્યું કે, તેમની પત્ની તેમના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તન કરે છે. તેથી તેમની પત્નીના નામે કોઈ નાણાંકીય વહીવટ કરવો નહિ.
કોરોનાથી સાજા થયા બાદ ભરતસિંહનું વર્તન બદલાયુંઃ રેશમા પટેલ
હવે ભરતસિંહના પત્નીએ નોટિસ દ્વારા આપેલા જવાબમાં કહ્યું કે, ભરતસિંહ કોરોનાથી ગંભીર બીમાર હતા ત્યારે તેમની સેવા-ચાકરી કરી નવુ જીવન આપ્યું છે. કોરોનાથી સાજા થયા બાદ ભરતસિંહનું વર્તન બદલાયું છે. ભરતસિંહ પર પત્નીએ ગાળા-ગાળી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેમને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકવાનો આરોપ ભરતસિંહ પર લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસમાં લિડરશિપને લઈ સળવળાટ શરૂ, દિલ્હી પહોંચ્યા કેટલાક નેતા
છુટાછુડે માટે દબાણ
રેશમા પટેલે પોતાના વકીલ દ્વારા નોટિસ પર ખુલાસો આપતા કહ્યું કે, રાજકારણના હોદ્દાનો દુરૂપયોગ કરી છુટાછેડા માટે ભરતસિંહ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. રેશમા પટેલને દબાણમાં લાવવા માટેવ ભરત સોલંકીએ નોટિસ ફટકારી હોવાનો દાવો વકીલ નિખીલ જોષી દ્વારા કરવામાં આવ્યો છે.
રેશમા પટેલના વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે પણ તે એક સારા પત્ની તરીકે રહેવા તૈયાર છે. ભરતસિંહ રેશમા પટેલને માનસિક ત્રાસ આપી રહ્યાં છે. આ સાથે છુટાછેડા માટે ભરતસિંહ દબાણ કરતા હોવાનો દાવો પણ નોટિસમાં કરવામાં આવ્યો છે. તો રેશમા પટેલ સામે કરવામાં આવેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube