કોરોના વચ્ચે આવતી PI ની પરીક્ષાને લઈને GPSC એ લીધો મોટો નિર્ણય
22 થી 26 એપ્રિલ દરમિયાન એકેડેમીમાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. જ્યારે 19થી 20 જૂન દરિયાન મુખ્ય પરીક્ષાઓ યોજાશે
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત આંશિક લોકડાઉન તરફ ઢળી ચૂક્યુ છે અને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ જલ્દી જ કરફ્યૂ કે ત્રણ-ચાર દિવસનું લોકડાઉન આવે તેવી શક્યતા છે. આ વચ્ચે વિવિધ શૈક્ષણિક પરીક્ષાઓ પર મોટી અસર પડશે. બોર્ડની પરીક્ષાઓ, કોલેજની પરીક્ષાઓ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર મોટી અસર પડશે. ત્યારે પોલીસ ઈન્સ્પેકટરની ફિઝિકલ ટેસ્ટને લઈ GPSC નો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે કોવિડ પોઝિટિવ ઉમેદવારોને પરીક્ષા માટે તક અપાશે.
22 થી 26 એપ્રિલ દરમિયાન ઉપસ્થિત ન રહી શકનાર ઉમેદવારને બીજી તક આપવામાં આવશે. મુખ્ય પરીક્ષા પહેલા કોવિડ પોઝિટિવ ઉમેદવારોની પરીક્ષા લેવાશે. કોવિડના વધતા સંક્રમણને પગલે કોવિડ પોઝિટિવ ઉમેદવારો આ તક ચૂકી ન જાય તે માટે આ નિર્ણય જીપીએસસી દ્વારા લેવામાં આવ્યો છે. તેથી ઉમેદવાર હવે પાછળથી પણ પરીક્ષા આપી શકશે.
ગુજરાતમાં 3-4 દિવસનું લોકડાઉન લગાવવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ, કહ્યું-કોરોનાની ચેઈન તોડવી જરૂરી છે
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવનાર છે. GPSCએ પરીક્ષા યોજવાની આ સત્તાવાર જાહેરાત કરી હતી. 22 થી 26 એપ્રિલ દરમિયાન એકેડેમીમાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. જ્યારે 19થી 20 જૂન દરિયાન મુખ્ય પરીક્ષાઓ યોજાશે.