દાહોદની જનતાને મળશે ખાસ સુવિધા, 151 કરોડના ખર્ચે તૈયાર કરાયો ICCC-આઈટી પ્રોજેક્ટ, પીએમ મોદી કરશે લોકાર્પણ
આ પ્રોજેક્ટ થકી રાઉન્ડ ધ કલોક દાહોદ નગરમાં અદ્યતન કેમેરાની મદદથી ચાંપતી નજર રાખી શકાશે. જેથી કોઇ પણ કુદરતી આફતો કે આપત્તિના સમયે તુરત જ કાર્યવાહી કરી શકાય. આ ઉપરાંત પણ આ પ્રોજેક્ટ થકી ઘણા બધા લાભ નગરજનોને મળતા થશે તેની વિગતે વાત કરીએ.
દાહોદઃ આઇસીસીસી-આઇટી પ્રોજેક્ટ દાહોદ નગરને સ્માર્ટ સીટી તરીકે એક નવા સ્તરે લઇ જતો અને મહાનગરોમાં પણ ન જોવા મળતી અત્યાદ્યુનિક સુવિધાઓ પ્રદાન કરતો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. નગરને સુરક્ષિત તેમજ સુવ્યવસ્થિત કરતા ચોતરફ લાગેલા ૩૬૦ કેમેરાઓ, સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ, ટેલીમેડીસીન થકી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ઓનલાઇન સેવાઓ, નગરમાં સ્વચ્છતાનું ઓનલાઇન મોનિટરિગ, પ્રદૂર્ષણ સામે લાલબત્તી ધરતા સ્માર્ટ પોલ, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, કટોકટીમાં ફસાયેલા નાગરિકો માટે સંકટમોચક બનતું ઇમરજન્સી કોલબોકસ જેવી સુવિધાઓ આપતા રૂ. ૧૫૧.૦૪ કરોડના ખર્ચે સંપન્ન આ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે લોકાર્પણ કરશે.
આ પ્રોજેક્ટ થકી રાઉન્ડ ધ કલોક દાહોદ નગરમાં અદ્યતન કેમેરાની મદદથી ચાંપતી નજર રાખી શકાશે. જેથી કોઇ પણ કુદરતી આફતો કે આપત્તિના સમયે તુરત જ કાર્યવાહી કરી શકાય. આ ઉપરાંત પણ આ પ્રોજેક્ટ થકી ઘણા બધા લાભ નગરજનોને મળતા થશે તેની વિગતે વાત કરીએ.
આ પણ વાંચોઃ હાર્દિકનો હુંકાર, કંઇ બેઠક પરથી ચુંટણી લડવી એ હજુ નક્કી નથી, પણ લડીશ ખરો
જિલ્લા સેવા સદન ખાતે આ પ્રોજેક્ટ માટે જિલ્લાનું પ્રથમ ગ્રીન બિલ્ડીંગ ઊભું કરવામાં આવ્યું છે. અહીંની ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અદ્યતન સુવિધાઓનો ઉપયોગ કરીને નગરને સુરક્ષિત તેમજ નવા જમાના પ્રમાણેની સુવિદ્યાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ બિલ્ડીંગ ખાતે રાઉન્ડ ધ ક્લોક વિડિયો કલોક દ્વારા નગરની તમામ સુવિધાઓ તેમજ વ્યવસ્થાઓનું સંચાલન કરવામાં આવશે. જેમ કે સીટી ઓપરેશન રૂમ, કોન્ફરન્સ રૂમ, વોર રૂમ તેમજ નગરનું અત્યાધુનિક કેમેરાઓથી નિરીક્ષણ અને આપત્તિ સમયે વ્યવસ્થાપન કરાશે. ઇમરજન્સી અને વોર રૂમ જેવી અદ્યતન સગવડથી નગરમાં ઉદભવેલી સમસ્યાઓનો તાબડતોબ ઉકેલ લાવી શકાશે. જયારે કુદરતી આફતો તેમજ મુશ્કેલીઓનો કુશળતાથી સામનો કરી શકાશે.
આઇસીસીસી આઇટી પ્રોજેક્ટની કેટલીક મહત્વની વાતો જાણીએ. આ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ટિગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર એ આ સિસ્ટમના બધાં ક્ષેત્રના આઇટી ઉપકરણોનું ઇંન્ટિગ્રેશન માટે અને ઓપરેટ કરવા માટેનું પ્લેટફોર્મ છે. જયારે સીટી સર્વેલન્સ સિસ્ટમ થકી ૩૬૦ જેટલા કેમેરાની મદદથી આખા નગરને સુરક્ષિત રાખી શકાશે.
આ પ્રોજેક્ટમાં સ્માર્ટ ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ કરાયો છે. જે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન અને રેડલાઇટ ઉલ્લઘંન તપાસ કેમેરા એનઆઇ મદદથી નગરની આસપાસ ટ્રાફિકના સંચાલન માટે બનાવવામાં આવી છે. લાઇટ અને ટાઇમરવાળા ટ્રાફિક સિગ્નલ નગરના ટ્રાફિક નિયમન માટે અતિઉપયોગી સાબિત થશે.
ઇએમઆર અને ટેલિમેડિસિન સિસ્ટમ આ પ્રોજેક્ટનો મહત્વનો ભાગ છે. જેનાથી નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દાહોદનાં સ્પેશ્યાલિસ્ટ તબીબોની ઓનલાઇન સેવા મેળવી શકશે.
આ પણ વાંચોઃ 18થી 20 એપ્રિલ ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ થકી નગરમાં ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ તેમજ રૂટ મેપીંગની મદદથી કામગીરીનું મોનીટરીગ કરાશે. જે નગરને સ્વચ્છ રાખવામાં કારગર સાબિત થશે. તેમજ નગરમાં આ પ્રોજેકટ અંતર્ગત ઠેર ઠેર સ્માર્ટ પોલ લગાડવામાં આવ્યા છે. જેનાથી હવાની ગુણવત્તા અને વાતાવરણ પર નજર રાખવા પર્યાવરણીય સેન્સર લગાડવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ માહિતી પ્રદર્શિત કરવા માટેના મેસેજ ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ ઘોષણાઓ તેમજ સંદેશાઓના પરિવહન માટે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ ઉપયોગી નિવડશે. ઇમરજન્સી કોલ બોક્સ કટોકટીમાં ફસાયેલા નાગરિકો માટે સંકટમોચક બનશે. સામાન્ય નાગરિકોને વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટની સુવિધા પણ પૂરી પાડી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube