રાજ્યની આ જાણીતી કંપનીના સેનેટાઇઝરના નમૂના ફેલ, લેતા પહેલા ચેતી જજો
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેનેટાઇઝર બનાવતી કંપનીને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં રાજ્યની એક જાણીતી કંપનીના સેનેટાઇઝરમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે.
હિતલ પારેખ/ગાંધીનગરઃ હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે કોરોના વાયરસથી બચવા માટે અને સાવચેત રહેવા માટે માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ભારત સહિત ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી સેનેટાઇઝરના વેચાણમાં ખુબ મોટો વધારો થયો છે. તેની માગ વધવાની સાથે નવી-નવી કંપનીઓ પણ આ વ્યવસાયમાં આવી છે. પરંતુ હવે તેમાં પણ ભેળસેળની ઘટના સામે આવી છે. રાજ્યની એક જાણીતી કંપનીના લીધેલા સેમ્પલમાં ભેળસેળ સામે આવી છે.
શું છે સમગ્ર મામલો
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેનેટાઇઝર બનાવતી કંપનીને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં રાજ્યની એક જાણીતી કંપનીના સેનેટાઇઝરમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. કુલ 145 સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી 80 જેટલા સેમ્પલ ફેલ થયા છે. આ માહિતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ આપી હતી.
અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત, સંક્રમિતોની સંખ્યા 15 હજારને પાર
આ કંપનીના સેમ્પલ ફેલ
તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, રાજ્યભારમાંથી 350 સેનેટાઇઝરના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેનું પૃથ્થકરણ ચાલી રહ્યું છે. તેનો રિપોર્ટ આવશે એટલે ખ્યાલ આવશે કે કેટલામાં ભેળસેળ કરવામાં આવી છે. આ સાથે નીરવ હેલ્થકેરના સેમ્પલ ફેલ થયા છે. તેમણે કહ્યુ કે, લૉકડાઉન થયું ત્યારથી લઈને અત્યાર સુધી સેનેટાઇઝર બનાવતી 70થી 80 કંપની માર્કેટમાં આવી છે. હવે વિભાગ દ્વારા નીરવ હેલ્થકેરને નોટિસ ફટકારવામાં આવી છે. તો ગુજરાત મેડિકલ કોર્પોરેશને પણ આ કંપની પાસેથી ખરીદી કરી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર