અમદાવાદ : ગુજરાતના સુરત જિલ્લામાં એક મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને સરકારને તેને નો કાસ્ટ નો રિલીઝન સર્ટિફિકેટ આપવાનો આદેશ આપવા માટે અપીલ કરી હતી. 36 વર્ષની કાજલ ગોવિંદભાઇ મંજુલાનો દાવો છે કે, તેને પોતાની જાતીના કારણે સમાજમાં ખુબ જ ભેદભાવ સહન કરવો પડી રહ્યો છે. જેના કારણે તે પોતાની જાતીની ઓળખ સાથે રાખવા નથી માંગતી. જેથી કોર્ટને દરખાસ્ત કરી છે કે, તેઓ સ્થાનીક તંત્રને નિર્દેશ આપે કે, તેને નો કાસ્ટ નો રિલીઝન સર્ટિફિકેટ આપવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલની મહિલાએ અપાવ્યું અનોખુ ગૌરવ, મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ પ્રાપ્ત કર્યો


કાજલના વકીલ ધર્મેશ ગુર્જરે અરજીમાં લખ્યું કે, અરજી કરનાર વ્યક્તિ સિસ્ટમના કારણે સમાજમાં ખુબ જ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત તેમની સાથે જાતીના કારણે તેમને ખુબ જ સમસ્યા થઇ રહી છે. તેઓ બ્રાહ્મણ જાતીના છે, તેમને પોતાના સમાજના કારણે ઘણી વખત ભેદભાવનો સામનો કરવો પડે છે. કાજલ આ અગાઉ પણ આ પ્રકારનાં અવાજ ઉઠાવી ચુકી છે. ગત્ત વર્ષે તેમણે પોતાના નામમાંથી ગોત્ર શીલુ હટાવડાવ્યું હતું. પરિવાર સાથે વિવાદના કારણે તે જુનાગઢમાં એકલા જ રહે છે. આિટી કંપનીમાં કામ કરે છે. હાલ આ મામલે કોર્ટ દ્વારા આવતા અઠવાડીયાની મુદ્દત પાડવામાં આવી છે. 


પોલીસ કોન્સ્ટેબલે IT અધિકારીનું અપહરણ કરી લીધું 30 હજારનો તોડ કર્યો પણ પછી ખબર પડી કે...


આ કોઇ પહેલો કિસ્સો નથી જ્યારે કોઇએ પોતાની જાતી અને ધર્મને હટાવવા માટેની અપીલ કરી હોય. 2018 માં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ જિલ્લાના નિવાસી રાજવીર ઉપાધ્યાયે પણ જિલ્લાધીકારીને આ પ્રકારની અપીલ કરી હતી. તેમની અપીલ હતી કે, તેમનો ધર્મ બદલીને તેમને સેક્યુલર ગણાવવામાં આવ્યા છે. કાયદા અનુસાર આવુ શક્ય નહોતું. ધર્માંતર વિરોધી કાયહા હેઠલ કોઇ પણ નાગરિક પોતાની ઇચ્છાથી ધર્મ બદલવા માટે સ્વતંત્ર છે. પરંતુ તેમાં કોઇ પણ વ્યક્તિને સેક્યુલર બનાવી શકાય નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube