ગુજરાતમાં જીતવું હોય તો અમિત શાહ અને નરેન્દ્ર મોદી થવું પડે, ઘરના અમીચંદોને કારણે કોંગ્રેસની હાર થઈ
Gujarat Congress : કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી છે. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે
Gujarat Congress : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર થઇ તેના કારણો જાણવા દિલ્હી સત્યશોધક કમિટીના ત્રણ નેતાઓ અમદાવાદ આવી પહોચ્યા છે. ચૂંટણી જીત્યા ન હોય તેવા નેતાઓ હવે હારના કારણો જાણીને રિપોર્ટને અભિરાઇએ ચડાવી દે તો નવાઈ નહીં. વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોએ સત્યશોધક કમીટી સમક્ષ એવો બળાપો કાઢ્યો છે કે, પક્ષના ગદારોને કારણે જ હાર થઇ છે. જો કોંગ્રેસ પક્ષવિરોધી સામે કેવાં પગલાં ભરે છે એ તો સમય જ બતાવશે પણ આ સ્થિતિ રહી તો પક્ષની આ જ દશા રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી છે. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે. ચૂંટણીમાં મોદી અને શાહે સમય ફાળવ્યો પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ સમય ના ફાળવ્યો અને હવે હારનાં કારણો શોધી રહ્યાં છે.
બધાય નેતાઓએ ભેગા મળીને મહેનત કરવાની જરૂર
હાઇકમાન્ડના આદેશને પગલે અમદાવાદ આવી પહોચેલી સત્ય શોધક કમીટી સમક્ષ હારેલા-જીતેલા ઉમેદવારોએ તબક્કાવાર રજૂઆતો કરી હતી. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે, બધાય નેતાઓએ ભેગા મળીને મહેનત કરવાની જરૂર છે. લોકસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ કરવી જોઇએ. આ ઉપરાંત વિધાનસભાના વિપક્ષના નેતાનું નામ તાકીદે જાહેર કરવું જોઇએ. માત્ર ૧૭ ધારાસભ્યો હોવા છતાંય આટલો વિલંબ કેમ? તે સમજાતુ નથી.
આ પણ વાંચો :
કશ્મીરથી લઈ ગુજરાત સુધી ઠંડીના રેકોર્ડ તૂટ્યા, 8 જિલ્લામાં સિંગલ ડિજીટમાં પારો
થઈ ગઈ જાહેરાત, આ તારીખે ગુજરાતને મળશે નવા DGP અને નવા મુખ્ય સચિવ
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની ચૂંટણીમાં રસ ન દાખવ્યો
કમિટી સામે એવી પણ રજૂઆત થઇ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં અંડિગા જમાવ્યા હતાં, જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની ચૂંટણીમાં રસ દાખવ્યો નહીં. આ ઉપરાંત પદ માટે નહી, પક્ષનુ કામ કરનારાને પક્ષના સંગઠનમાં સમાવવા જોઈએ.
તાપણું કરવાની આદત હોય તો ચેતી જજો, પાટણમાં બે લોકો ગંભીર રીતે દાઝ્યા