Gujarati Language : હવેથી ગુજરાતની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવાશે. અને જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવતી તેને દંડ કરવામાં આવશે. હવે ધોરણ 1 થી 8 માં ફરજિયાત ગુજરાતી કરાવાશે. 28 ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર આ અંગેનું બિલ વિધાનસભામાં રજૂ કરશે. આમ, ગુજરાતની શાળાઓમાં ગુજરાતી ભણાવવું ફરજિયાત બનશે. ગુજરાતી ભાષાને બચાવવા લાંબા સમયથી માંગ ઉઠી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારના પ્રવક્તા અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 28 તારીખે અભ્યાસમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતુ બિલ આવશે. આગામ દિવસોમા ધોરણ 1-8 મા ગુજરાતી ભાષા ફરજીયાત કરાશે. બધા જ કોર્ષ ગુજરાતમાં જે ચાલે છે તે તમામ ને આવરી લેવામાં આવશે. જે ગુજરાતી ભાષા નથી ભણાવતી એમને બે વાર દંડ કરીને સજા કરાશે. આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. 23 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર મળશે. જેમાં 27 ફેબ્રુઆરીએ ઇમફેક્ટ ફી સુધારા બિલ રજૂ કરાશે. આ સાથે જ 28 ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત ધોરણ 1 થી 8 માટેનું બિલ આવશે. 7 માર્ચે 2 બેઠક અને સવારનું એક સત્ર રાખવામાં આવ્યું છે. 25 દિવસમાં 27 બેઠક થશે.


તેમણે ગુજરાતી ભાષાને ફરજિયાત  બનાવતા બિલ વિશે વધુમાં જણાવ્યું કે, ગુજરાતી ભાષા ફરજિયાત કરવા સંદર્ભે બિલ લાવી રહ્યા છીએ. ધોરણ ૧ થી ૮ માં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા સંદર્ભે બિલ લાવવામા આવશે. ૨૮ ફેબ્રુઆરીના રોજ બિલ લાવવામા આવશે. આ વિધાનસભા સત્ર દરમિયાન કુલ ત્રણ બિલ આવશે. ગુજરાતી ભાષા, પેપર લીક સંદર્ભે તથા ઈમ્પેક્ટ ફી બિલ આવશે. વિપક્ષ પદ આપવું એ વિધાનસભા અધ્યક્ષની પરયુંમા આવે છે. અધ્યક્ષ વિપક્ષના નેતા બાબતે નિર્ણય લેશે.


આ પણ વાંચો : 


અરેરાટી થાય તેવો ખતરનાક અકસ્માત : બે ટ્રકની ટક્કરમાં ડ્રાઈવરના શરીરના બે ટુકડા થયા


ગુજરાતના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો, સૌથી મોટું ખાનગી માર્કેટ યાર્ડ આજથી શરૂ


પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણવા અને ફરજિયાત કરવા મામલે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી થઈ હતી. જેમાં હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા ભણાવવા સરકાર લાચારી ના બતાવે. ગુજરાતી ભાષા ભણવવા માટેનો પરિપત્ર સરકારનો જ છે તો લાચારી શા માટે સરકાર બતાવી રહ્યું છે. ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડને આ નિયમ લાગુ પડે છે. ત્યારે ફરજીયાત ગુજરાતી ભણવવાના નિર્દેશનો સરકાર અમલ કરાવે.


જે કોઈ બોર્ડ કે પછી શાળાઓ પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરતી ના હોય તેમની વિરુદ્ધ રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઈએ તેવું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે સરકારને  ટકોર કરતા જણાવ્યું હતું કે માતૃભાષા ભણવી એ દરેક વ્યક્તિનો અધિકારી છે. જો સરકાર આ બધા નિયમની અમલવારી કરવામાં લાચાર બનતી હોય કે અશક્ષમ બનતી હોય તો કોર્ટ પોતાનો નિર્ણય આપશે.


રાજ્યની તમામ સરકારી કચેરીઓ, સંકુલો અને જાહેર સ્થળોએ નામ, સૂચના, માહિતી કે દિશા- નિર્દેશો લખેલા હોય તે લખાણોમાં પણ હિન્દી- અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. ત્યારબાદ હવે હાઇકોર્ટ પણ આ અંગે ટકોર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પણ રાજ્યમાં માતૃભાષા ગુજરાતીનો વ્યાપ વધારવાની દિશામાં પ્રાગતિશીલ છે. જે અંગે અગાઉ 8 મહાનગરોમાં શિક્ષણ સંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓના નામના બોર્ડમાં હિન્દી અને અંગ્રેજી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. જે મામલે સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ઠરાવ પણ જારી કરવામાં આવ્યો હતો. 


આ પણ વાંચો : 


ભાજપના આ 8 નેતા છે બ્લેક લિસ્ટમાં, લોકસભા ચૂંટણી પહેલા ગમે ત્યારે રાજીનામા લઈ લેવાશે


‘તમારી મિત્રતા તમારા ઘર સુધી રાખો, અહીં તમે મેયર છો ધ્યાન રાખીને સમય ફાળવો’


અત્યાર સુધી આપણે જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલા બોર્ડ જોતા હતા, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જોવા મળી રહ્યાં છે. આ સૂચનાનો ફરજિયાતપણે પાલન કરવાનો રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ સરાહનીય છે. ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા હતા, ત્યારે તેને જાળવી રાખવા આ મહત્વનો નિર્ણય સાબિત થશે. 


ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે રાજ્ય સરકારે 1961માં પ્રથમ અધિનિયમ રાજભાષા અંગે પસાર કરીને ગુજરાતની રાજભાષા ગુજરાતી અને દેવનાગરી લિપિમાં હિન્દી રાખવાનું જાહેર કર્યું હતું. 1લી મે 1965થી સચિવાલયના તમામ વિભાગો અને જિલ્લા તાલુકા કક્ષાએથી ગુજરાતી ભાષાનો જ ઉપયોગ થાય તેવી સૂચનાઓ અપાઇ હતી. આ માટે રચાયેલી રામલાલ પરીખ સમિતિ દ્વારા રાજ્યનો સમગ્ર વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાની ભલામણ કરી હતી. આમ આટલા વર્ષ પછી પણ હજુ સરકારે ગુજરાતીનો વ્યાપ વધારવા સૂચના આપવી પડે છે.


આ પણ વાંચો : 


આવો દંડ હશે તો ગુજરાતના ખૂણે ખૂણે પાનની પીચકારીઓ નહિ જોવા મળે...


દુનિયાના સૌથી ઊંચા મંદિરમાં તમારા નામનું પિલ્લર બનાવી શકશો, અહીં બની રહ્યું છે મંદિર