ગુજરાતના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો, સૌથી મોટું ખાનગી માર્કેટ યાર્ડ આજે ખુલ્લુ મૂક્યું

Karnavati Agriculture Marketing Yard : રાજ્યના સૌથી મોટા ખાનગી શાક માર્કેટ યાર્ડનો અમદાવાદમાં થયો પ્રારંભ..... 10 લાખ સ્ક્વેર ફૂટમાં બનાવાયેલું યાર્ડ 365 દિવસ રહેશે કાર્યરત....

ગુજરાતના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો, સૌથી મોટું ખાનગી માર્કેટ યાર્ડ આજે ખુલ્લુ મૂક્યું

India's First Private Agriculture Marketing Yard : ગુજરાતના ખેૂડતો માટે ખુશીના દિવસો આવ્યા છે. આજનો દિવસ ખેડૂતો સુવર્ણ અક્ષરે લખાશે. કારણ કે, ખેડૂતો માટે ખાનગી શાક માર્કેટનો આજથી પ્રારંભ થયો છે. રાજ્યના સૌથી મોટા ખાનગી શાક માર્કેટનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદ કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડને આજથી ખુલ્લુ મૂકાયું છે, જે 10 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલું છે. આ માર્કેટ યાર્ડ ન માત્ર ગુજરાતનું, પરંતું ભારતનું મોટું ખાનગી માર્કેટ યાર્ડ બની રહ્યું છે. તેની ખાસ વાત તો એ છે કે, આ માર્કેટ યાર્ડ 365 દિવસ કાર્યરત રહેશે . 

ખેડૂતો માટે શું શું સુવિધા હશે
કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વિશેષ સુવિધા મળી રહેશે. કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડ સ્વાસ્થય સલામતી, સીસીટીવીથી સજ્જ, rcc રોડ, વે બ્રિજ, પાર્કિંગ વ્યવસ્થા, બૅંક, atm, સિક્યુરીટી, ખેડૂતો માટે સસ્તા ભાવે રહેવા જમવાની વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. 

આ પણ વાંચો : 

કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડમાં 223 કમિશન એજન્ટ છે. આ માર્કેટ યાર્ડ સરકારી apmc ના ધારાધોરણ પ્રમાણે ચાલશે. ભાજપના ધારાસભ્ય બાબુભાઇ પટેલ અને સહકાર સેલના ચેરમેન બિપિનભાઈ પટેલ ખાનગી apmc બનાવાયું છે. આ માર્કેટ બાદ કાર્યરત થયા બાદ ફ્રૂટ અને ડુંગળી બટાટા માટે નવું ખાનગી યાર્ડ તૈયાર કરાશે.

ખાનગી માર્કેટ યાર્ડ શરૂ થતા પહેલા જ વેપારીઓએ બુકિંગ કરાવી દીધું હતું. જેમ અન્ય સરકારી માર્કેટ યાર્ડ હોય છે તે જે રીતે આ માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું છે. તેમાં એ જ રીતે કામગીરી ચાલશે. અહીં અન્ય માર્કેટયાર્ડની જેમ શાકભાજીનું વિતરણ થશે. એક વર્ષ પહેલા તેના પાયા નંખાયા હતા, ત્યારે હવે આ માર્કેટ યાર્ડ બનીને તૈયાર થઈ ગયું છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news