મૌલિક ધામેચા/અમદાવાદ: ઘોડા કેમ્પ ખાતે પોલીસ અશ્વતાલીમ શાળા-પોલીસ હોર્સ રાઈડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી ઘણા સમયથી અશ્વતાલીમ શાળા ફરી શરૂ કરવા લોકોની માંગ હતી. ત્યારે આજે અમદાવાદ સહિત ૧૩ જિલ્લાઓમાં પોલીસ અશ્વતાલીમ શાળા શરુ કરાઇ છે. જેમાં ત્રણ મહિનાનો બેઝીક કોર્સ અને ત્યારબાદ ત્રણ મહિનાનો એડવાન્સ કોર્સ થકી તાલીમ આપવામાં આવશે. સોશિયલ મીડિયાનાં જમાનામાં મેદાન પરની પ્રવૃત્તિઓ, રમત-ગમત ઓછી થતી જાય છે તેવા સમયે અશ્વારોહણની તાલીમ યુવાનો-વિદ્યાર્થીઓના ઘડતર માટે ઉપયોગી નીવડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: રાજ્યમાં નવા 1243 કેસ, 1518 સાજા, 09 લોકોનાં મોત નિપજ્યાં


અશ્વતાલીમ શાળા પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ સાબિત થશે. એટલુંજ નહિ  ઘોડેસવારી વ્યક્તિને રોમાંચની સાથે શિસ્ત, સંયમ અને સજ્જતાની પણ અનુભૂતિ કરાવે છે. ફિલ્મના પડદે નાયક કે નાયીકાના ઘોડેસવારીના દ્રશ્યો રોમાંચ જગાવે છે. ફિલ્મના હિરોની જેમ ઘોડેસવારી આવડે તેવી ઈચ્છા યુવાનો-વિદ્યાર્થીઓ હોય પરંતુ અશ્વારોહણની તાલીમ બધા મેળવી શકતા ન હતા. હવે આ સ્થિતી બદલાશે અને મોટી સંખ્યામાં યુવાનો તાલીમ મેળવી શકશે. રાજ્યના અશ્વદળે આ વર્ષે ‘ઓલ ઇન્ડિયા ઇક્વેસ્ટ્રીયન મીટ’ ખાતે ૦૭ ગોલ્ડ અને ૦૨ સિલ્વર મેડલ જીતી અને પોલીસ વિભાગનું નામ રોશન કર્યું છે. ]


તલાટીને એફીડેવિટની સત્તાથી વકીલોમાં રોષ, સમગ્ર ગુજરાતમાં પરિપત્રની હોળી કરવામાં આવી


પોલીસ વિભાગ લો એન્ફોર્સમેન્ટ એજન્સી હોવાને કારણે પોલીસ કર્મચારીઓ/અધિકારીઓની છબી સમાજમાં કડકાઈ ભરેલી હોય છે. પરંતુ લોકડાઉનમાં પ્રજાએ પોલીસની બીજી બાજુ પણ જોઈ. પોલીસ કર્મચારીઓએ જરૂરીયાતમંદ વ્યક્તિને કોરોના છે કે નહીં તેની ચિંતા કર્યા વગર તમામ આવશ્યક મદદ કરી. તડકો કે દિવસ-રાત જોયા વગર ફરજબધ્ધ રહ્યા હતા. આ પ્રસંગે તાલીમબધ્ધ યુવા ઘોડેસવારોએ આમંત્રીતો સમક્ષ અશ્વારોહણ નિદર્શન કર્યું હતું. આ અશ્વદળ ટુકડીની આગેવાની મહિલા ઘોડેસવારોએ કરી હતી.


વિગત બેઝિક કોર્ષ માટેની ફી (પ્રતિમાસ) એડવાન્સ કોર્ષ માટેની ફી (પ્રતિમાસ)
શાળા-કોલેજના વિદ્યાર્થી 750.00 1,000.00
આમ જનતા 1,500.00 2,000.00
સરકારી કર્મચારી 750.00 1,000.00

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube