બુરહાન પઠાણ, આણંદ: આણંદનાં વલ્લભવિદ્યાનગર જનતા ચોકડી પાસેથી સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન એમ.ડી ડ્રગ્સનું વેચાણ કરી ડ્રગ્સની ડીલીવરી આપવા આવેલા પેટલાદનાં ત્રણ પેડલરોને ઝડપી પાડયા હતા. જયારે ડ્રગ્સનાં મુખ્ય સુત્રધાર તરીકે અમદાવાદ જુહાપુરાનાં શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેટ અને સોસ્યલ મિડીયાનાં માધ્યમથી ડ્રગ્સ માફીયાઓ ડ્રગ્સનો ઓનલાઈન વેપાર કરી યુવાધનને નશાનાં રવાડે ચઢાવી રહ્યા હોવાની માહીતી મળી હતી. જેથી આણંદની સાયબર ક્રાઈમ પોલીસે ડ્ર્ગ્સ માફીયાઓ દ્વારા ઓનલાઈન વોટસએપ, ફેસબુક, ટેલીગ્રામ, ઈન્સટ્રાગામ, શેરચેટ, ટવીટર સ્નેપચેટ જેવા માધ્યમો તેમજ પેમેન્ટ ગેટવે તથા વોલેટો પર સર્વેલન્સ કરવામાં આવી રહ્યું હતું.


હાર્દિક સાથે વધુ એક ગ્લેમર ચહેરાએ છોડ્યો હાથનો સાથ, હવે કેસરિયા કરીને કરશે કોંગ્રેસનો ભાંડાફોડ...


શંકાસ્પદ ડેટા લોગનું ટેકનીકલ એનાલીસીસ કરતા તેમાં કેટલાક શખ્સો દ્વારા ઓનલાઈન ડ્રગ્સનું વેચાણ થતું હોવાની માહીતી મળી હતી. જેમાં આરોપીઓ પેટલાદ, વલ્લભવિદ્યાનગર સહીત જુદી જુદી કોલેજોમાં અભ્યાસ કરતાં યુવક યુવતીઓ અને યુવાનોને ઓનલાઈન પેમેન્ટ લઈ એમ.ડી ડ્રગ્સની ડીલીવરી કરતા હતા.


સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન પેમેન્ટ લઈ મોપેડ પર ડ્રગ્સની ડીલીવરી કરવા આવેલા પેટલાદનાં સાજીદ ઉર્ફે અરબડી ડોસુખાન પઠાણ અને માહીરોદ્દીન ઉર્ફે ડબ્બી મનુમીંયા શેખને ઝડપી પાડયા હતા, તેમજ અકરમઅલી ફરીદઅલી સૈયદને ઝડપી પાડી તેઓની પાસેથી 8.900 ગ્રામ એમ.ડી ડ્રગ્સ કબ્જે લીધુ હતું, આ એમ.ડી ડ્રગ્સની એક ગ્રામની બજાર કિંમત દસ હજાર રૂપિયા ગણાય છે.


ગુજરાતમાં કેવુ રહેશે ચોમાસું અને કેટલો પડશે વરસાદ? હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી


પકડાયેલા આરોપીઓ કોલેજીયન યુવક યુવતીઓનો વોટસઅપ અને સોસ્યલ મિડીયાનાં અલગ અલગ પ્લેટફોર્મથી સંપર્ક કરીને ગુગલ-પે મારફતે ઓનલાઈન પેમેન્ટ મેળવી એમ.ડી ડ્રગ્સની ડીલીવરી કરતા હતા. આ એમ.ડી ડ્રગ્સને એક ગ્રામ દીઠ નાના પાઉચ બનાવી દસ હજારમાં વેચાણ કરવામાં આવતું હતું.


પોલીસની ધરપકડથી બચવા માટે આરોપીઓ એક ગ્રામ ડ્રગ્સનાં નાના પાઉચ બનાવી વેચાણ કરતા હતા. અને વેચાણ દરમિયાન પોતાની ઓળખ થાય નહી તે માટે સોસ્યલ મિડીયાનાં ટેલીગ્રામ પર ઓનલાઈન ચેનલ બનાવી ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હતું.


જામનગરમાં પાટીદાર આંદોલન દરમ્યાન તોડફોડ કેસમાં મોટા સમાચાર: BJPના કોર્પોરેટર સહિત 14 લોકો નિર્દોષ જાહેર


સાયબર ક્રાઈમ પોલીસે પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેઓ અમદાવાદનાં જુહાપુરામાં રહેતા સાજુખાન પઠાણ ઉર્ફે ઈસ્માઈલ ધાંચી નામનાં સખ્સ પાસેથી એમ.ડી ડ્ર્ગ્સ વેચાણ કરવા માટે લાવતા હોવાની કબુલાત કરતા પોલીસે મુખ્ય સુત્રધારને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.


સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું હતું કે આ ડ્રગ્સનું સેવન મોટે ભાગે કોલેજીયન યુવાન, યુવતિઓ દ્રારા ઇન્જેકશન તથા કોપર ફોઇલ દ્રારા નાકથી સુંઘીને નશો કરવામાં આવતો હોય છે. આ એમ.ડી. ડ્રગ્સમાં મેફેડ્રોન, એમ્ફેટેમાઇન, અમ્ફેટેમાઇન ડેરીવેટીવ્સ, કે. એફેડ્રીન નામના નશા કારક સીન્થેટીક ડ્રગ્સની હાજરી હોઇ શકે છે.


જેથી ભરપુર પ્રમાણમાં નશો થાય છે. પોલીસે આ બનાવમાં એમ.ડી ડ્રગ્સનાં 13 નંગ પાઉચમાં 8.900 ગ્રામ ડ્રગ્સ કિમત રૂપિયા 89000, ત્રણ નંગ મોબાઈલફોન, 500 રૂપિયા રોકડા અને મોપેડ મળી કુલ રૂ।.દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube