I am Sorry! ભાજપની કારોબારી બેઠકમાં પાટીલે ભાજપના નેતાઓની વચ્ચોવચ કેમ માંગી માફી?
CR Patil Say Sorry : બે દિવસ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપની કારોબારીમાં સીઆર પાટીલે આપ્યો પોતાના કાર્યકાળનો હિસાબ.. પક્ષના મેન્ડેટ વિરુદ્ધની પ્રવૃત્તિ પર વ્યક્ત કર્યું દુઃખ.. તો લોકસભામાં રહેલી કસર સ્થાનિક સ્વરાજ્યમાં પૂર્ણ કરવા સૂચન
Trending Photos
BJP Executive Meeting At Salangpur : સાળંગપુરમાં આયોજિત ગુજરાત ભાજપની કારોબારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સંબોધન કર્યું. જેમાં તેમણે સૌથી મોટી વાત પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ સહકારી સંસ્થાના પરિણામ આવવાની વાત કરી. સહકારી સંસ્થાની ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર થયો હોવાનો પાટીલે કારોબારીમાં ઉલ્લેખ કર્યો. જેના વિશે પાટીલે દુઃખ વ્યક્ત કર્યું. પાટીલે કહ્યું કે, આ મેન્ડેટ ભંગ થયાનું દરેક કાર્યકર્તાને અને ખુદ મને દુઃખ છે. આ સાથે તેમણે સૌને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓમાં લાગવા કહ્યું. પાટીલે કહ્યું કે, સંભવિત રીતે દીવાળી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે. પાટીલે કહ્યું કે, આપણે લોકસભા ચૂંટણીમાં જે બૂથમાં માઈનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે. સાથે જ લોકસભા પરિણામો અંગે પાટીલે ટકોર કરતા કહ્યું કે, જે હોદ્દેદારોનું બુથ માઈનસ હોય તેમને કોઈ હોદ્દો ન આપવો જોઈએ.સાથે 2022માં જે ધારાસભ્યો જીત્યા તેમની સીટ 2024માં માઈનસમાં ગઈ, એ ધારાસભ્યએ પણ વિચારવું જોઈએ..સાથે જ સી. આર. પાટીલે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં કેટલાક કારણોથી આપણા માટે લીડના બદલે જીત મહત્વની બની ગઈ. જેથી કેટલીક સીટો આપણે ઓછા મતથી જીત્યા. સી.આર. પાટીલે ક્ષત્રિય સમાજનો આભાર પણ માન્યો.
રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ : ગુજરાતના 33 જિલ્લામાં હવામાન વિભાગે કરી વીજળીના કડાકા સાથ
અંબાલાલ પટેલની આગાહી : આ તારીખે એવું ડિપ ડિપ્રેશન આવશે કે આખા ગુજરાતમાં આવશે પૂર
એક નહીં ત્રણ સિસ્ટમ સક્રિય! ફરી અંબાલાલની નવી આગાહી; આ તારીખોમાં આવશે આફતનો વરસાદ
વેગનઆર, બલનો..બધાને પછાડી આ ટચુકડી કારે વગાડ્યો ડંકો, 'બંકર' જેવી કાર ખરીદવા પડાપડી
બાબા વેંગાએ કરી છે 2024 માટે આ 5 ભવિષ્યવાણીઓ, એક તો સાચી પણ પડી ગઈ, હવે શું?
લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ બે દિવસીય ભાજપની બૃહદ પ્રદેશ કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ છે. મહત્વનું છે કે મંડળથી લઈને પ્રદેશ સુધીના નેતાઓને આ કારોબારી બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં પર સમગ્ર ગુજરાતની નજર છે. આ બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીનો કાર્યક્રમ નકકી કરવામાં આવશે. આ સિવાય લોકસભાની ચુંટણીના પરિણામો અંગે મનોમંથન કરી ભાવી રણનીતિ તેમજ રાજકીય કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવશે. કારોબારી બેઠકમા કેન્દ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહેશે. કારોબારી બેઠકમાં વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. કારોબારી બેઠકમા પ્રદેશના હોદ્દેદારથી મંડળના પ્રમુખ સુઘીના કાર્યકર્તાઓની હાજરી અપેક્ષિત છે. મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ પણ કારોબારી ભાગ લેવા પહોંચી ગયા છે. કુલ 1300થી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ કારોબારી બેઠકમાં હાજરી જોવા મળી.
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંબોધનમાં કહ્યું કે, મારા કાર્યકાળ દરમીયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટીકીટ મળી કોઈને ન મળી હું માફી માગું છું. જે હોદ્દેદારનું બુથ માઇનસ હોય તેને આપડે કોઈ હોદો ન આપવો જોઈએ. જે પોતાનું બુથ પ્લસ ન કરાવી શકે તેને કોઈ હોદો ન આપી શકાય. લોકસભા ચૂંટણીમાં કેટલાક કારણોસર આપડે લીડના બદલે જીતવું મહત્વનું બની ગયું. જેના કારણે કેટલીક સીટ પર આપણે ઓછા મતથી જીત્યા. 2022 માં જે ધારાસભ્યો જીત્યા તેમની સીટ 2024 માં માઇનસ ગઈ છે. એ ધારાસભ્યોએ આ અંગે વિચારવું જોઈએ. કમસે કમ ધારાસભ્યોએ તેમના ભવિષ્ય માટે પણ વિચારવું જોઈએ. જ્યા માઇન્સ ગયા છીએ ત્યાં કઈ રીતે પ્લસ થઈ શકીએ તે અંગે મહેનત કરવાની છે.
સાથે જ પાટીલે ક્ષત્રિય સમાજનો આભાર માનતા કહ્યું કે, ક્ષત્રિય સમાજના વિરોધ છતાંય ક્ષત્રિય સમાજ આપણી પડખે રહ્યો, તે માટે હું ક્ષત્રિય સમાજનો આભાર માનું છું. તો આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંભવિત રીતે દિવાળી બાદ આવશે. આપણે લોકસભા ચૂંટણીમાં જે બુથ માઇન્સ ગયા ત્યાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કસર પૂરી કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપડે સારું પરિણામ લાવવાનું છે.
આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલી ઈફ્કોની ચૂંટણી મુદ્દે પાટીલે પોતાના સંબોધનમાં વિશેષ ટિપ્પણી કરી હતી. સહકારી સંસ્થામા ભાજપના મેન્ડેટ વિરુદ્ધ પરિણામ આવવાનો મામલે તેમણે મોટું નિવેદન આપ્યું. સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડનો ભંગ થયાનો પ્રદેશ પ્રમુખે પ્રદેશ કારોબારીમાં ઉલ્લેખ કર્યો. પ્રદેશ કારોબારી બેઠકમાં સી આર પાટીલે મેન્ડેટ વિરુદ્ધ પરિણામ અંગે દુઃખ વ્યક્ત કર્યું. સાથે જ કહ્યું કે, એક સહકારી સંસ્થામાં ભાજપના મેન્ડેટનો ભંગ થયો. આ મેન્ડેટ ભંગનું દુઃખ દરેક કાર્યકર્તા અને ખુદ મને પણ દુઃખ છે.
બપોરે 2 વાગે BAPS સંસ્થાના પૂજ્ય બ્રહમ વિહારી સ્વામીનું પ્રવચન યોજાશે. કારોબારીની પૂર્ણાહુતિ બેઠકના સાર મુજબ અધ્યક્ષ ટિપ્પણી કરશે. સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી અને કારોબારીમાં વિશેષ આમંત્રિત પિયુષ ગોયલ સંબોધન કરશે. બપોરના બીજા સેશનમાં ચૂંટણી પરિણામ અંગે સંગઠન મહમંત્રી રત્નાકર સમીક્ષા રકશે. ભાજપના આગામી કાર્યક્રમો રૂપરેખા અંગે કાર્યકરો સંગઠન મંત્રી રત્નાકર માહિતગાર કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે