સુરત શહેરનો ધુમાડો ઓછો થશે, હવે વધુ ઈલેક્ટ્રીક બસો દોડાવાનુ આયોજન
સુરત શહેરમાં આગામી વર્ષોમાં 450 ઈલેક્ટ્રીક બસ દોડતી જોવા મળશે. ઈલેક્ટ્રિક બસ ઓપરેટ કરવાના ખર્ચમાં ઘટાડો થયો છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે સુરત સહિત દેશનાં 5 મોટા
ચેતન પટેલ/સુરત :સુરત શહેરમાં આગામી વર્ષોમાં 450 ઈલેક્ટ્રીક બસ દોડતી જોવા મળશે. ઈલેક્ટ્રિક બસ ઓપરેટ કરવાના ખર્ચમાં ઘટાડો થયો છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે સુરત સહિત દેશનાં 5 મોટા
શહેરોમાં 5450 બસ માટે ગ્રાન્ડ ચેલેન્જ ટેન્ડર બહાર પાડ્યાં હતા. જેમાં પ્રતિ કિ.મી 41ની લોએસ્ટ ઓફર આવી છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા શરૂઆતમાં પ્રતિ કિ.મી રૂ. 55 ઓપરેટરને ચૂકવવા પડતા હતા. પરંતુ ભાવ ઘટતાં પ્રતિ કિ.મી રૂપિયા 14 ની બચત થશે. આ કિંમતમાં ઘટાડો થવાના કારણે શહેરમાં 300 ઈ-બસની જગ્યાએ 450 ઇ-બસ દોડાવવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. સુરત મહાનગર પાલિકાએ પ્રથમ તબક્કામાં 150 અને બીજા તબક્કામાં 150 મળી કુલ 300 ઇલેકટ્રીક બસ માટે ઓર્ડર આપ્યા છે. જેમાં પ્રથમ તબક્કાની 150 પૈકી 49 ઇલેકટ્રીક બસો હાલમાં દોડી રહી છે.
આ પણ વાંચો : બોર્ડર પર મોટું ષડયંત્ર રચવાની તૈયારીમાં ચીન, ભારતની શક્તિ પારખી ગયેલા પાડોશી દેશે હિન્દી ભાષાને હથિયાર બનાવ્યું
આગામી ટૂંક સમયમાં વધુ 101 બસ આવી જશે. જ્યારે બીજા તબક્કાની 150 ઈ-બસ વર્ષના અંત સુધીમાં આવી જશે એવું પાલિકાના સૂત્રોનું કહેવું છે. BRTS-સિટી બસમાં રોજના 2 લાખથી વધુ મુસાફરો સવારી કરે છે. ઇલેકટ્રિક બસ ઓપરેટ કરવાના ભાવમાં થયેલા ઘટાડાને કારણે સુરતને વધુ 150 ઇ-બસ દોડાવવા માટે કેન્દ્ર સરકાર આર્થિક સહયોગ આપશે.
આ પણ વાંચો : કાશ્મીરથી તજાકિસ્તાન સુધીની ધરા ધ્રુજી, વહેલી સવારે 5 ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો
અત્રે નોંધનીય છે કે, દેશમાં સસ્ટેનેબલ લીવીંગના ભાગરૂપે વિવિધ શહેરોમાં હવે ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં બીઆરટીએસ અને સિટી બસ મળી હાલમાં રોજના 2 લાખથી વધુ મુસાફરો યાત્રા કરી રહ્યા છે, જો વધુ બસો દોડશે તો આગામી વર્ષોમાં વધારો થવાની શક્યતા છે તેવુ સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું.