ફરી લોકડાઉન અંગે કોઇ વિચારણા નથી, નીતિન પટેલે કર્યો ખુલાસો
રાજ્ય સરકાર તરફથી તેમને કોઈ સૂચના આપવામાં આવી નથી. ફરીથી લોકડાઉન કરવા અંગે રાજ્ય સરકારમાં કોઈપણ તબક્કે કોઈપણ જગ્યાએ આ પ્રકારની વિચારણા ચાલતી નથી.
હિતલ પારેખ, ગાંધીનગર: લોકડાઉનને લઇને તેમણે જણાવ્યું હતું કે આ અંગે અત્યારે કોઈ ચર્ચા વિચારણા રાજ્ય સરકાર કે ભારત સરકારમાં થઈ નથી. કેટલાક બજાર એસોસિએશન કે વ્યાપારીઓ સ્વેચ્છાએ બંધ રાખવાનો નિર્ણય કરે છે. રાજ્ય સરકાર તરફથી તેમને કોઈ સૂચના આપવામાં આવી નથી. ફરીથી લોકડાઉન કરવા અંગે રાજ્ય સરકારમાં કોઈપણ તબક્કે કોઈપણ જગ્યાએ આ પ્રકારની વિચારણા ચાલતી નથી.
આ ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઇને આવતીકાલે યોજનારા કાર્યક્રમો વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આવતી કાલે બે અગત્યના કાર્યક્રમો યોજાશે. ખેડૂતો માટે સાત પગલા સહાય યોજના 3 તબક્કાનો યોજવામાં આવ્યો છે.
કોરોનાના ટેસ્ટિંગ ચાર્જમાં 1 હજાર રૂપિયાનો ઘટાડો, હવેથી આટલા ચૂકવવા પડશે
પ્રાકૃતિક ખેતી કરે અને ગાય પાડે તેને સબસિડી આપવાની યોજનાનો પણ શુભારંભ કરવામાં આવશે. ગુજરાતના નાગરિકો ને જનવણા આનંદ થાય છે કે નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. સરદાર સરોવર ડેમ 138.62 મીટર બંધ આ સિઝનમાં આવતીકાલે સવારે સંપૂર્ણ ભરાઈ જાય તે રીતે પાણીની આવક થઈ રહી છે.
આજે કોરોનાના રેકોર્ડબ્રેક ટેસ્ટ કરાયા, નવા 1364 કેસ નોંધાયા, 12ના મોત
નર્મદા બંધનું પાણી સિંચાઇ માટે અને 4 કરોડ નાગરિકોને પીવા માટે ઉપયોગી સાબિત થશે. આવતીકાલે સવારે પ્રધાનમંત્રીના જન્મ દિવસે આખું વર્ષ ખેતી અને પીવા માટે પાણી મળી રહેશે.
રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ માટેના ચાર્જમાં 1000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ખાનગી લેબમાં કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવા માટે 1500 રૂપિયા ચૂકવવા પડશે. જો ઘરેથી કોઈ વ્યક્તિએ ટેસ્ટ કરાવવો હશે તો હવે 2 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube