ગભરાશો નહિ! ગુજરાતમાં હાલ HMP વાયરસનો કોઈ કેસ નથી, આરોગ્ય મંત્રીએ કરી મોટી સ્પષ્ટતા
hmpv virus symptoms : ચીનમાં વકરેલા HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી.. કર્ણાટકમાં બે કેસ બાદ ગુજરાતમાં એક બાળક આવ્યું લપેટામાં... અમદાવાદમાં 2 મહિનાની બાળકીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ...
Gujarat Government : ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે. ચાંદખેડાની ખાનગી હોસ્પિટલ માં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે. જોકે બાળકની તબિયત સ્થિર છે. કોઈ ગભરાવવા જેવું નથી સામાન્ય શરદી ઉધરસ અને તાવ હોય તેવા લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે.
બાળકની તબિયત હાલ સ્થિર છે
ચાંદખેડાની ખાનગી હોસ્પિટલના ડો. નિરવ પટેલે zee 24 kalak સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનના ડુંગરપુરના એક ગામમાં રહેતા બે મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી તાવ હોવાના કારણે તેઓની તબિયત વધારે ખરાબ થતા સારવાર અર્થે અહીંયા લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને દાખલ કરવામાં આવ્યું હતું અને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. અલગ અલગ વાઇરસ અત્યારે હોવાના કારણે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. લેબોરેટરીમાં તેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં રિપોર્ટમાં MPV હોવાનું સામે આવ્યું હતું. જોકે બાળકની તબિયત હાલ સ્થિર છે, કોઈ ગભરાવવા જેવું નથી. જો શરદી ઉધરસ અને છીંક આવતી હોય તો માસ્ક પહેરવું જોઈએ. બીજાને ચેપ લાગે તેવી ભીડભાડવાળી જગ્યાથી લોકોએ દૂર રહેવું જોઈએ.આ એચએમપીવી વાઇરસ છે કે કેમ તે અંગે હાલ કંઇ કહેવુ મુશ્કેલ છે
તેમણે વધુમાં જણાવ્યું કે, વાયરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ સજ્જ છે. વાયરસને પહોચી વળવા માટે એડવાન્સમાં તૈયારીઓ કરી લીધી છે. કોઈપણ આફત માટે પહેલેથી સજ્જ થવાની સૂચના છે. ચીનના સમાચાર મળ્યા ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જરૂરી વ્યવસ્થા કરવાની સૂચનાઓ આપી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર કરી દીધી છે. રાજસ્થાનના ડુંગરપુરના બે માસનું બાળકમાં નવો વાયરસ આવ્યો છે. અમદાવાદની હોસ્પિટલમાં બાળક સારવાર માટે આવ્યો હતો. કોરોના જેવો આ વાયરસ નથી.