Atal Bridge Online Ticket : અમદાવાદનો અટલ બ્રિજ એટલે એવો આઇકોનિક બ્રિજ જે દેશનો આ પ્રકારનો પહેલો બ્રિજ છે. જે સાબરમતી નદી પર રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડે છે. આ બ્રિજ હવે આખા દેશમાં ચર્ચાતો બ્રિજ બની ગયો છે. જેને જેવા માટે મુલાકાતીઓની લાઈનો લાગે છે. અત્યારસુધી અહીં ઓફલાઈન ટિકિટ મળતી હતી. જેને કારણે શનિ અને રવિવારના રોજ અહીં ટિકિટ માટે લાઈનો લાગતી હતી. તેથી આ ભીડ ઓછી કરવા માટે હવે તંત્રએ ઓનલાઈન ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અટલ બ્રિજની પ્રેરણા તંત્રએ પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધી છે. તેની માટે પસંદ કરેલા રંગો પણ પતંગની છાંટ રજૂ કરે છે. નદીની ઉપરથી ચાલવાનો આનંદ માણવા માટે, આ ગ્લાસ ફુટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. આ પુલ ફક્ત ચાલવાના હેતુ માટે જ છે અને બ્રિજ પરથી લોકો નદીની સુંદરતા માણી શકે તે માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


આ પણ વાંચો : 


સરકારી પૈસે લહેર : 17 પૂર્વ ધારાસભ્યોનો સરકારી આવાસમાં અડિંગો, આખરે નોટિસ મોકલવી પડી


મા અર્બુદા મહોત્સવનો બીજો દિવસ, આચાર્ય દેવવ્રત સહિત અનેક દિગ્ગજો દર્શન કરવા પહોંચ્યા


ક્યુઆર કોડથી ટિકિટ લઈ શકશે
હવે અમદાવાદનું નવું નજરાણું ગણાતા રિવરફ્રન્ટના તમામ પાર્કની સાથે અટલબ્રિજની ટિકિટ પણ હવે નાગરિકો પોતાના ઘરેથી ઓનલાઈન બુક કરાવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા અટલ બ્રિજ માટે એક ક્યૂઆર કોડ તૈયાર કરાયો છે, જેને સ્કેન કરીને નાગરિકો પોતાની ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકે છે. આ માટે તમારે ક્યૂઆર કોડ સ્કેન કરાવવો પડશે. 


વેબસાઈટ પરથી ટિકિટ બુક થઈ શકશે
અટલ બ્રિજ માટે તંત્રએ હવે મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલે રિવરફ્રન્ટની ઓફિસિયલ વેબસાઈટ sabarmatiriverfront.com પર ઓનલાઈન ટિકિટ બુક કરવાની સુવિધા પણ ઉપલ્બધ કરી છે. આ વેબસાઈટ પરથી નાગરિકો અટલબ્રિજ, ફલાવર પાર્ક અને આ બંનેની કોમ્બો ટિકિટ બુક કરી શકે છે. જોકે રાતના સાડા 8 વાગ્યા બાદ ઓનલાઈન ટિકિટની બુકિંગ બંધ થઈ જાય છે. નાગરિકોને તેમના મોબાઈલ ફોન અને ઈ-મેઈલ દ્વારા પણ ઈ‌-ટિકિટ મેળવી શકે છે.


આ પણ વાંચો : 


ગુજરાતના શિક્ષકો હવે શાળામાં મનફાવે તેમ કપડા નહિ પહેરી શકશે, બહુ જ કામના છે આ અપડેટ


સહમતીથી બાંધેલા સંબંધો એ બળાત્કાર નથી, સુપ્રીમ કોર્ટે આરોપીને મુક્ત કર્યો