Arbuda Mataji Mahotsav : મા અર્બુદા મહોત્સવનો બીજો દિવસ, અનેક દિગ્ગજો દર્શન કરવા પહોંચ્યા

Arbuda Mataji Mahotsav Palanpur : પાલનપુરમાં ચાલતા મા અર્બુદા રજત મહોત્સવનો આજે બીજો દિવસ... પ્રવેશદ્વાર પર ઢોલ-નગારા સાથે ભક્તોનું કરાયું સ્વાગત...

Arbuda Mataji Mahotsav : મા અર્બુદા મહોત્સવનો બીજો દિવસ, અનેક દિગ્ગજો દર્શન કરવા પહોંચ્યા

Chaudhary Samaj Arbuda Mataji Mahotsav અલકેશ રાવ/બનાસકાંઠા : ચૌધરી-આંજણા સમાજના લોકો સહિત લાખો ભક્તો માતા અર્બુદાના દર્શન કરવા ઉમટી રહ્યા છે. પાલનપુરમાં યોજાઈ રહેલા ભવ્ય અર્બુદા માતાજીના રજત મહોત્સવને લઈને ત્રિ-દિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો આજે બીજો દિવસ છે. ત્યારે લાખો ભક્તો માં અર્બુદાના દર્શન કરવા દેશભરમાંથી ઉમટી રહ્યાં છે અને માતાજીના યજ્ઞની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. તો પાલનપુરમાં અર્બુદા માતાજીના ત્રિ-દિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞના બીજા દિવસે અનેક નેતાઓ અને મહાનુભાવો પહોંચ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી, સાંસદ પરબત પટેલ, જાલોરના સાંસદ દેવજીભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિત અનેક નેતાઓએ હાજરી આપીને માતાજીના દર્શન કર્યાં.

માં અર્બુદાના રજત મહોત્સવનો આજે બીજો દિવસ છે, ત્યારે દેશભરમાંથી ચૌધરી-આંજણા સમાજના લોકો સહિત લાખો ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી રહ્યા છે. આ માટે મહોત્સવના ભવ્ય પ્રવેશદ્વાર પર જ તેમની તિલક કરીને ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે. ચૌધરી સમાજની બાલિકાઓ તેમજ આગેવાનો હાથ જોડીને ભક્તોને ઢોલ અને દેશી વાજિંત્રોના સુરોથી આવકારી રહ્યા છે. તો ભક્તો પણ તેમનું આવું સ્વાગત અને માન જોઈ ગદગદ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : 

અર્બુદા મહોત્સવમા આવેલા ભક્તો કહે છે કે, આજે માં અર્બુદાના મહાયજ્ઞનો બીજો દિવસ છે ત્યારે લાખો ભક્તો માના દર્શન કરવા આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અહીં ઢોલ નગારા અને શરણાઈના સુરે તેમને તિલક લગાવી આવકરવામાં આવી રહ્યા છે. 

અર્બુદા માતાજીના પ્રવેશ દ્વારની નજીક માતાજીના દર્શન કરવા આવતા ભક્તો માટે સહજયોગનો કેમ્પ લાગવાવમાં આવ્યો છે. જેનો ભકતો લાભ લઇ રહ્યા છે આ સહજ યોગ કેન્દ્રમાં વિવિધ પ્રકારના યોગ સહિત આપણા શરીરના સૂક્ષ્મ ચેતનાતંત્રોની સરસ રીતે માહિતી આપવામાં આવી રહી છે. જેનાથી આજના ટેનશન ભર્યા સમયમાં લોકો પોતાના મગજને કેવી રીતે શાંત રાખીને રોગ મુક્ત થઈ શકાય, તો શરીરના વિવિધ ભાગોની અને તેના કાર્યોની અહીં સરસ રીતે માહિતી આપવામાં આવી રહી છે તેનો ભક્તો લાભ લઈ રહ્યા છે.

અર્બુદાના મહાયજ્ઞમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ કેમ્પો લગાવવામાં આવ્યા છે જ્યાં ગાયત્રી પરિવાર દ્વારા પણ અહીંયા એક બુક સ્ટોલ બનાવવામાં આવ્યો છે અને તેનું નામ બ્રહ્મભોજન સાહિત્ય સ્ટોલ રાખવામાં આવ્યું છે. અને અહીં ગાયત્રી પરિવારની મહત્વની જાણકારી આપતી પુસ્તકો અડધી કિંમતમાં આપવામાં આવી રહી છે, જેથી અહીં આવતા ભક્તો તેનો લાભ લઇ શકે છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news