રક્ષિત પંડ્યા/રાજકોટઃ સતત વધી રહેલા કોરોના કેસને કારણે રાજકોટ જિલ્લા કલેક્ટરે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદથી ગયેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ કલેક્ટરે અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મહત્વનું છે કે અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસના 65 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ-અમદાવાદ આવવા જવા પર પ્રતિબંધ
રાજકોટ જિલ્લા કલેક્ટરના નવા આદેશ અનુસાર કોઈપણ વ્યક્તિ રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ અવર-જવર કરી શકશે નહીં. શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર એમ્બ્યુલન્સ અને મેડિકલ ઇમરજન્સી સેવાને જ છૂટછાટ આપવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદથી એક વ્યક્તિ રાજકોટ ગયો હતો. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


કેડીલા ફાર્માસ્યુટીકલના 30માંથી 21 કર્મચારીઓ કોરોના પોઝિટિવ 


પોલીસ કમિશનરનું જાહેરનામું
ગઈકાલે રાજકોટ પોલીસ કમિશનરને નવું  જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પ્રમાણે શહેરમાં કોરોના વાયરસના વધતા કેસોને રોકવા માટે દરેક લોકો સાંજે 7 કલાકથી સવારે 7 કલાક સુધી ઘરની બહાર નિકળી શકશે નહીં. આ દરમિયાન તમામ દુકાનો પણ બંધ રહેશે. રાજકોટ હાલ ઓરેન્જ ઝોનમાં છે, પરંતુ તંત્ર દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનરે કહ્યું કે, સાંજે 7 કલાક પછી જો કોઈ કારણ વગર બહાર જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાંજે સાત કલાક બાદ માત્ર મેડિકલ સ્ટોર ખુલ્લા રહી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર