હિતલ પારેખ/ગાંધીનગર :જામનગરના સચાણામા શિપીંગ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. સૌરાષ્ટ્રમાં અલંગ શિપિંગ બ્રેકિંગ યાર્ડ પછી જામનગર સૌરાષ્ટ્રનું બીજુ શિપ બ્રેકિંગ યાર્ડ બનશે. આ શિપ બ્રેકિંગ યાર્ડ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણેનું રહેશે. ગુજરાતમાં જ વિશ્વ કક્ષાના મોટા શિપ તૂટવા માટે અલંગ સાથે હવે જામનગરમાં પણ આવશે. જેના કારણે સ્થાનિક કક્ષાએ મોટી રોજગારીની તકો પણ ઊભી થશે. 2012માં બંધ પડેલી સચાણાની શિપ બ્રેકિંગ ગતિવિધિઓ પુનઃશરૂ કરવામાં આવશે. 


પાંચ અલગ-અલગ મુહૂર્તમાં આજે ગણપતિ સ્થાપના કરી શકાશે, ગુજરાતીઓએ ઘરમાં જ પરંપરા જાળવી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્રમાં  વિશ્વ ખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બની રહેશે. જામનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ઘારા ધોરણો મુજબનું નવું અલંગ આકાર પામશે. સચાણાનો શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થતા જામનગર જિલ્લા અને સચાણા આસપાસના વિસ્તારોમાં હજારો લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ખૂલશે. હવે મોટા અને વિશાળ જહાજો અલંગમાં અને નાના મધ્યમ કદના જહાજો સચાણામાં  શિપ બ્રેકિંગ માટે આવશે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવશે. લાંબા સમયથી નાના અને મધ્યમ કદના જહાજોના શિપ બ્રેકિંગ માટેનું યોગ્ય સ્થળ સચાણા ફરી ધમધમતું કરવાનો મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લેવાયો છે. 


મિત્રો સાથે પાર્ટી કરીને ઘરે આવી રહેલ યુવક સરિયામતીના વહેણમાં ડૂબ્યો, નદી પાસે મળી સ્વીફ્ટ કાર 


સચાણાની જમીનની હદ અંગેના વિવાદનો અંત લાવવા ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવી હતી. આ પહેલના ફળદાયી પરિણામરૂપે 2012થી બંધ પડેલી સચાણાની શિપ બ્રેકિંગ ગતિવિધિ પુનઃ વેગવાન બનશે. વિશ્વના મેરી ટાઇમ અને શિપ બ્રેકિંગ શિપ રીસાયકલિંગ મેપ પર સચાણા પણ સ્થાન પામશે. કોરોના વાયરસની સ્થિતિમાં લોકડાઉનને પરિણામે ઉદ્યોગો ધંધા રોજગાર વ્યવસાયોને આર્થિક વિપરીત અસર પડી છે, તેવા સંજોગોમાં સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ આનુષાંગિક ઉદ્યોગો વ્યવસાયો દ્વારા રોજગાર અને આર્થિક આધારમાં નવું બળ પૂરશે. આ નિર્ણયથી દેશ વિદેશના નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ રિસાઈકલિંગ માટે આવતા થવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારને કસ્ટમ જીએસટી સહિતનું હુંડિયામણ મળતું થશે.


ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....


વડોદરા : કોરોના પોઝિટિવ ભાઈ-બહેન હોમ ક્વોરેન્ટાઈનમાંથી ભાગ્યા, ફરિયાદ નોંધાઈ 


ગણેશ પર્વને લઈને STની લોકોને ભેટ, આવતીકાલથી ગુજરાતમાં પ્રીમિયમ બસો દોડશે 


Breaking : વાહનોના PUC  રેટમાં ગુજરાત સરકારે વધારો કર્યો, જાણો શું છે નવા ભાવ 


‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા...’ પાટીલની રાજકોટમાં સીધી વાત