અમદાવાદઃ જગતના તાત પરથી હવે માવઠાની આફત ટળી ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત પર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી. તે હવે ગુજરાત પરથી આગળ વધી ગઈ છે. પરંતુ ભરશિયાળે માવઠું થતાં હવે કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગે વાત કરી છે. ત્યારે ક્યાં ઠંડી પોતાનો કેર વર્તાવશે, જોઈએ આ અહેવાલમાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માવઠાથી હાલ બેહાલ
ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે. હજુ તો ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ છે. ત્યાં જાણે આખા રાજ્યમાં ચોમાસુ બેઠું હોય તેવી સ્થિતિ માવઠાએ કરી દીધી હતી. કમોસમી આવેલા વરસાદ જાણે આખા રાજ્યને ઘેરી વળ્યો હતો. સૌરાષ્ટ્રમાં અને ઉત્તરગુજરાતમાં તો ઘણી જગ્યાએ કરાવર્ષાને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. માવઠાંને કારણે કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો ખેતીને ઘણું નુકસાન થયું છે.


ખેડૂતોને રાહત
ભરશિયાળે આવેલા ચોમાસા જેવા વરસાદે જગતના તાતને ચિંતામાં મુકી દીધો, ત્યારે હવે હવામાન વિભાગે કરેલી આગાહી ખેડૂતો માટે મુશ્કેલીમાં રાહત આપનારી છે. કારણ કે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના ખેડૂતોના માથા પરથી માવઠાની આફત ટળી ગઈ છે. 


આ પણ વાંચોઃ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સહાય ચૂકવાશે, સરકારની જાહેરાત


ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના પાકનો સોથ વાળી દીધો છે. ત્યારે માવઠા બાદ ઠંડી પોતાનો કહેર વર્તાવશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે માવઠાના કારણે હવે રાજ્યમાં શિયાળો જામશે. સાથે જ દિવસે દિવસે તાપમાનનો પારો પણ ગગડશે. 


શિયાળાની શરૂઆત થઈ ચુકી છે, પરંતુ માવઠા પહેલા રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો ન હતો. પરંતુ રાજ્યમાં આવેલા માવઠા બાદ હવે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડીરાત્રે ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. તો સાથે જ માવઠાના કારણે હવે લોકોને બપોરે પણ સ્વેટર પહેરવાની ફરજ પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે માવઠા બાદ હવે ઠંડી પોતાનો કેર વર્તાવવાનું શરૂ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube