Breaking: હવે અમદાવાદના વટવામાં યોજાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, જાહેર થયો નવો કાર્યક્રમ
baba bageshwar in Ahmedabad: બાબા બાગેશ્વરના ભક્તો માટે મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં આવતીકાલે વટવા વિસ્તારમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ પહેલાં ઓણગજમાં યોજાનાર દરબારને વરસાદને લીધે રદ્દ કરી દેવામાં આવ્યો હતો.
અમદાવાદઃ Direndra Shashtri: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે. સુરત બાદ હવે બાબા બાગેશ્વર અમદાવાદમાં છે. અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો હતો. પરંતુ વરસાદને કારણે ઓગણજ ખાતે યોજાનારો દિવ્ય દરબાજનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર વટવા ખાતે યોજાશે.
દિવ્ય દરબારનું વટવામાં આયોજન
હવે સામે આવેલા મોટા સમાચાર પ્રમાણે અમદાવાદમાં ઓગણજની જગ્યાએ વટવામાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે. 30 મે મંગળવારે વટવાના શ્રીરામ મેદાનમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. મંગળવારે સાંજે 5થી 7 કલાક સુધી આ કાર્યક્રમ યોજાવાનો છે. શિવકૃપા મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે.
વડોદરા દરબારની તૈયારીઓ ચાલુ
વડોદરા શહેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે તડામાર તૈયારીઓ ચાલુ કરાઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી માટે 80 બાય 60ની સાઈઝનો ભવ્ય સ્ટેજ બની રહ્યો છે. 3 જૂને વડોદરાના નવલખી મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. આ દરબારમાં દોઢ લાખ લોકો આવી શકે તેવી વ્યવસ્થા છે. અગાઉ 75 હજાર લોકો માટેનું આયોજન હતું. આ દરબારમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, ગૃહરાજ્ય મંત્રી, આરોગ્ય મંત્રી સહિતના મહાનુભાવોને આયોજકો આમંત્રણ અપાશે. વડોદરાના તમામ સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આમંત્રિત કરાશે.
આ પણ વાંચોઃ અમદાવાદ સહિત આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દિવ્ય દરબારમાં 15 હજાર ખુરશીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું. પરંતું માત્ર 3 દિવસમાં ખુરશી પર બેસવાનું રજીસ્ટ્રેશન પૂરું ફૂલ થઈ ગયુ હતું, જેથી ખુરશીની સંખ્યા વધારી 20 હજાર કરી હતી. આવતીકાલથી ખુરશી પર બેસવાનું રજીસ્ટ્રેશન બંધ થશે. જોકે, હાલ ગુજરાતમાં વાતાવરણ ડહોળાયુ છે. ખરાબ વાતાવરણ હશે તો આયોજકોએ કાર્યક્રમ અન્ય સ્થળે કરવા પણ તૈયારી કરી લીધી છે. આયોજકોએ સોશિયલ મીડિયા પર પણ પ્રચાર તેજ કર્યો છે. લોકો પોતાના ફોટા સાથેની ફ્લેટ ડાઉનલોડ કરી વાયરલ કરી શકે તે માટેની સેલ્ફી લિંક પણ તૈયાર કરી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ લોકોમાં ભારે ઉત્સાહ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube