હિતલ પારેખ, ગાંધીનગરઃ થોડા દિવસ પહેલા અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવી હતી. લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ આ દંપતીની હત્યા કરી હતી. આ ઘટના બાદ શહેરમાં ચકચાર મચી ગયો હતો. હવે ગુજરાતમાં રહેતા વૃદ્ધો સલામત રહે તે માટે રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં આદેશ કરવામાં આવ્યો છે. આ માટે એક યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નમન-આદર સાથે અપનાપન યોજના અમલમાં મુકાશે
રાજ્યમાં એકલા રહેતા સિનિયર સિટિઝન વ્યક્તિ શાંતિ અને સલામતીથી રહી શકે તે માટે રાજ્યના પોલીસ વડા દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે નમન આદર સાથે અપનાપન યોજના અમલમાં મુકવામાં આવી છે. આ માટે દરેક પોલીસ સ્ટેશનમાં પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકલા રહેતા સિનિયર સિટિઝન લોકોનું રજીસ્ટ્રેશન કરી ડેટા એકત્ર કરવાનો રહેશે. 


આ પણ વાંચોઃ PM Modi શુક્રવારે અમદાવાદમાં, શહેરના આ રસ્તાઓ અવરજવર માટે રહેશે બંધ  


તો આ સિનિયર સિટિઝન વ્યક્તિના ઘરે આવતા કામવાળાથી લઈને ફેરિયા, દૂધ આપનાર, છાપા નાખનાર સહિતના લોકોની માહિતી પણ પોલીસ સ્ટેશનમાં રાખવી પડશે. તો તેમના ઘરે નિયમિત આવતા પાડોસી કે સંબંધિઓનો ડેટા પોલીસ એકત્ર કરશે. તો પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન લોકોની પોલીસકર્મીઓએ નિયમિત પેટ્રોલિંગ વખતે મુલાકાત કરવાની રહેશે. 


સિનિયર સિટિઝન કોઈ ગુનાનો ભોગ ન બને તેનું ધ્યાન રાખવું પડશે
રાજ્યના પોલીસ વડા દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન કોઈ ગુનો કે સ્કેમનો શિકાર ન બને તેની તકેદારી રાખવી પડશે. તો સાઇબર ક્રાઇમ સહિતના ગુનાઓ સંબંધે સિનિયર સિટિઝન લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તો એલતા રહેલા વૃદ્ધ લોકોને કોઈપણ જરૂરી વસ્તુઓ જેમ કે દવા, લાઇટબિલ, ગેસ બિલ ભરવાનું હોય તો પોલીસ તેમની મદદ કરશે. 
સિનિયર સિટિઝનોને જો તેમના સંતાનો દૂર મૂકી આવે તો તેની સામે ભરણપોષણનો ગુનો દાખલ કરવામાં પણ પોલીસ મદદરૂપ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube