PM Modi શુક્રવારે અમદાવાદમાં, શહેરના આ રસ્તાઓ અવરજવર માટે રહેશે બંધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમમાં 12 માર્ચે આવવાના છે. તેમની સાથે કેન્દ્રના અન્ય નેતા તથા ગુજરાતના મુખ્યમંત્રી પણ ત્યાં હાજર રહેશે. અમદાવાદમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પીએમના પ્રવાસના પગલે શહેરના કેટલાક માર્ગો પણ બંધ રહેશે. 

PM Modi શુક્રવારે અમદાવાદમાં, શહેરના આ રસ્તાઓ અવરજવર માટે રહેશે બંધ

મૌલિક ધામેચા, અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra modi) અમદાવાદની એક દિવસની મુલાકાતે છે. જેને લઈ શહેર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ એરપોર્ટ અને ગાંધીઆશ્રમ રસ્તાઓને કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવ્યા છે. બંદોબસ્ત પર નજર કર્યે તો સમગ્ર રૂટ પર 4 ડીસીપી, 7 એસીપી, 16 પીઆઇ, 50 પીએસઆઇ સહિત 1100 પોલીસ કર્મચારી અને અધિકારીઓ બંદોબસ્તમાં રહેશે. 

સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે પોલીસ રિહર્સલ કરી સુરક્ષા સધન કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને એરપોર્ટ થી રિવરફ્રન્ટ રસ્તા પરથી ગાંધીઆશ્રમ પહોંચશે. જ્યાં ભારતની આઝાદી 75માં વર્ષ અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં ભાગ લેશે. ત્યાં દાંડી યાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડી પુલ પર દાંડીયાત્રાનો પીએમ ફ્લેગ ઓફ કરશે જેમાં ખુદ  નરેન્દ્ર મોદી પદયાત્રામાં થોડો સમય ચાલી શકે છે. પીએમના રૂટ પર વાહન ચાલકો મુશ્કેલી ન પડે તે માટે રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ગઈ કાલ સવાર 7 વાગ્યાથી 3 વાગ્યા સુધી રૂટ બંધ રહેશે.

ટ્રાફિક પોલીસે જાહેરનામું
- સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ, વાડજ સર્કલ સુધીનો રસ્તો સવારે 7થી બપોરે ત્રણ વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

-વૈકલ્પિક રોડ
 RTO સર્કલથી રાણીપ ટી થઈ નવાવાડજ પોલીસ ચોકી થઈ અને વાડજ સર્કલ તરફ જઈ શકશે.

-બપોરે 11 વાગ્યાથી વાડજ સર્કલથી ઈન્કમટેક્સ બ્રિજ, નેહરુબ્રિજ, એલિસબ્રિજ, વીએસ હોસ્પિટલ, પાલડી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તાથી NID રોડ સંપૂર્ણપણે તથા જમાલપુર બ્રિજ નીચે થઈ બહેરામપુરા મેલડી માતા મંદિર રોડ તરફ થઈ દાણીલીમડા ચાર રસ્તા સુધીનો રસ્તો એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. 

-પદયાત્રા જેમ જેમ આગળ વધશે તેમ પોલીસ દ્વારા રોડ ખુલ્લા કરવામાં આવશે.

-વૈકલ્પિક માર્ગ 
વાડજ અને આશ્રમ રોડ તરફ જવા માટે વાડજ કટથી રિવરફ્રન્ટ વેસ્ટ રોડથી જઈ શકાશે. જમાલપુર તરફ જવા માટે એલિસબ્રિજ પરથી વિક્ટોરિયા ગાર્ડન, ખમાસા અને આસ્ટોડિયા થઈ જમાલપુર જઇ શકાશે.જ્યારે ગીતામંદિરથી મજૂરગામ થઈ ભુલાભાઈ પાર્ક, શાહઆલમ થઈ અને દાણીલીમડા ચાર રસ્તા તરફ જઈ શકાશે.

પીએમના આગમન પહેલા SPG અને ગુજરાત પોલીસ ટીમે વિઝીટના સ્થળોનું નિરીક્ષણ કરી દીધું છે.ત્યારે બીજી બાજુ કાલ થી મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થનારી ટી-20 મેચમાં હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આવવાના છે.જ્યાં પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ લઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news