પ્રજ્ઞાચક્ષુ બાળકોને હવે દુનિયા બતાવશે સ્માર્ટ ગ્લાસ, 40 બાળકોને મળ્યા 10 હજાર રૂપિયાના `સ્માર્ટ ચશ્મા`
કચ્છમાં પ્રથમ વખત શ્રી નવચેતન અંધજન મંડળ, બિદડા ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન અને શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓ માટે સ્માર્ટ ગ્લાસીસ(આધુનિક ચશ્મા) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: પ્રજ્ઞાચક્ષુ લોકોને આંખો વિના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને અંધ બાળકોને વાંચવામાં અને લખવામાં સૌથી વધુ તકલીફ પડે છે. આવી સ્થિતિમાં કચ્છમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુના વિદ્યાર્થીઓને સ્માર્ટ ચશ્મા આપવામાં આવ્યા હતા. જેથી તેઓ સરળતાથી વાંચી શકે અને સામે રહેલા ઓબજેક્ટ અંગે તેમને વધુ ખ્યાલ આવી શકે. માધાપરની નવચેતન અંધજન મંડળ દ્વારા આયોજિત અને દાતા પરિવાર 10 હજાર રૂપિયાની કિંમતના ચશ્મા 40 બાળકોને નિશુલ્ક અપાયા હતા.
ભારે વરસાદ માટે તૈયાર રહો! ગુજરાત સહિત આ 8 રાજ્યો માટે ભયાનક આગાહી, નવાજૂનીના સંકેત
કચ્છમાં પ્રથમ વખત શ્રી નવચેતન અંધજન મંડળ, બિદડા ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન અને શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓ માટે સ્માર્ટ ગ્લાસીસ(આધુનિક ચશ્મા) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓ સ્વતંત્ર રીતે હરીફરી શકે, ચલણી નોટો ઓળખી શકે, બાર્ડ કે પુસ્તકો વાંચી શકે તે માટે નવચેતન અંધજન મંડળની શાળામાં 38 જેટલા બાળકોને અને 2 શિક્ષકોને સ્માર્ટ ગ્લાસીસ (આધુનિક ચશ્મા) દ્રષ્ટિક્ષતિ ધરાવતા વ્યકિતઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
અહો આશ્ચર્યમ!! 9 મહિનાનું બાળક રમકડાના મોબાઈલનું LED બલ્બ ગળી ગયું, પછી શું થયું??
દર વર્ષે તા. 25 ઓગષ્ટથી 8 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય નેત્રદાન પખવાડીયુ ઉજવવામાં આવે છે તે એક ઝુંબેશ છે. જેનો ઉદેશ નેત્રદાનના મહત્વ વિશે સામુહિક જન જાગૃતિ કેળવવાનો અને મૃત્યુ પછી આંખોનું દાન કરવા માટે પ્રેરિત કરવાનો છે. આંખના દાતા બની કોઈને દ્રષ્ટિની ભેટ આપવી એ પુણ્યનું કામ છે. રાષ્ટ્રીય નેત્રદાન પખવાડીયામાં તમારૂ યોગદાન અંધ વ્યકિતના જીવનને સમૃદ્ધ બનાવી શકે છે.
દીકરીને વિદેશ પરણાવવાના અભરખા વડોદરાના પરિવારને ભારે પડ્યા! સામે આવી કાળી હકીકત
સ્માર્ટ ગ્લાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મોબાઈલના સમન્વયથી કાર્ય કરે છે. સ્માર્ટ ગ્લાસ દ્વારા સામે રાખેલી વસ્તુને ચશ્મા દ્વારા ઓળખવામાં આવે છે અને કાન સાથે જોડાયેલ શ્રવણયંત્રમાં અવાજ પરિવહનથી અંધજનને સામે પડેલી વસ્તુની ઓળખ થશે. જો અંધજન પુસ્તક વાચવા માંગે છે ત્યારે પુસ્તક જયારે સ્માર્ટ ગ્લાસના સંપર્કમાં આવે છે ત્યારે પુસ્તકના પાનાનું સ્કેન કરી તેનું અવાજમાં રૂપાંતરણ કરી અવાજ દ્વારા અંધજનોને સંભળાય છે.
ભગવાનના વિવાહમાં ભાવુક થયા પાટીદારો! શિવપાર્વતી વિવાહમાં સાડા 5 કરોડથી વધુનું દાન
આ ટેકનોલોજી દ્વારા બુક અને સમાચાર પત્ર વાચી શકશે. વાંચનના કારણે અંધજનના મગજનો વિકાસ થશે. યાદશકિતમા વધારો અને મગજની કનેકટીવીટી વધારીને તણાવમાં ઘટાડો કરે છે અને અંધજનોમાં અલઝાઈમર થવાની શકયતા પણ ઘટાડે છે. જ્ઞાનમાં વધારો થાય છે અને દરરોજ દેશમાં થતી ગતિવીધી ઓથી પણ વાકેફ થઈ શકે છે. વધુમાં સ્માર્ટ ગ્લાસ ધ્વારા ચલણી નોટોની ઓળખ કરવામાં પણ સરળતા રહેશે. આમ સ્માર્ટ ગ્લાસ દ્વારા અંધજનોમાં અંધત્વનો ખેદ ઘટાળી ટેકનોલોજી યુકત દ્રષ્ટિનો સંચાર કરવાનો એક પ્રયાસ છે.
1 ઓક્ટોબર પહેલા આ 5 રાશિઓના લોકોને લાગશે લોટરી, નોકરીમાં પ્રમોશન અપાવશે વક્રી બુધ
અંધાપો આવવામાં માલન્યુટ્રીશીયન, ટ્રોમા, મેકયુલા ડીઝીનેસ, ગ્લુકોમા, ડાયાબીટીશ અને મોતીયો મુખ્ય કારણ છે. જેના કારણે ઉમરથી જલ્દી અંધાપો આવી જાય છે. વિશ્વના 50 ટકા અંધાપો ભારત અને ચાઈનામાં જ છે. ભારતના ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, બંગાળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અંધાપો વધુ પ્રમાણમાં જોવા મળે છે.
આ શું થવા બેઠું છે? પહેલા બાળકી હવે 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, હેવાને કપડાં ફાડી..
શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે આંખ અને રેટીનાની સારવાર કરવામાં આવે છે. જેમાં બાળપણથી મોતીયાના દર્દીઓથી માંડીને વૃદ્ધો સુધીના તમામ આંખના દર્દીઓની સંપુર્ણ સારવાર / ઓપરેશન કરવામાં આવે છે.જેમ ટ્રસ્ટ દર્દીઓની દ્રષ્ટિની સંભાળ રાખે છે. તેવી જ રીતે અંધજનો માટે પણ એક વિચાર આવતા આ વિચારને વાસ્તવિક જીવનમાં સ્થાપવા આજે સ્માર્ટ ગ્લાસનું વિતરણ કરી અંધજનોને એક નવચેતનની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા ભાજપના પ્રમુખ દેવજી વર્ચંદ જાણીતા પત્રકાર દિપક માકડ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
રક્ષક જ બન્યા ભક્ષક? પોલીસબેડામાં ખળભળાટ, પોલીસ કર્મચારી જ ખંડણીખોર બની કર્યો મોટો..