રક્ષક જ બન્યા ભક્ષક? પોલીસબેડામાં ખળભળાટ, પોલીસ કર્મચારી જ ખંડણીખોર બની કર્યો મોટો કાંડ

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ અપહરણ અને ખંડણીની ફરિયાદ એક પોલીસ કર્મચારી સહિત ચાર સામે નોંધાઈ છે. આ ઘટનામાં ટ્રાવેલ્સના વેપારીનું અપહરણ કરીને ક્રાઇમ બ્રાંચના નામે રૂપિયા 30 લાખની લૂંટ કર્યાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

રક્ષક જ બન્યા ભક્ષક? પોલીસબેડામાં ખળભળાટ, પોલીસ કર્મચારી જ ખંડણીખોર બની કર્યો મોટો કાંડ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં પોલીસ કર્મચારી ખંડણીખોર બન્યો છે. જેણે ટ્રાવેલ્સના વેપારીનું અપહરણ કરીને ક્રાઇમ બ્રાંચના નામે રૂપિયા 30 લાખની લૂંટ કર્યાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આ આખી ઘટના સીસીટીવીમાં થઈ કેદ ગઈ છે. સોલા પોલીસે અપહરણ કરનાર પોલીસ કર્મચારી સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. 

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ અપહરણ અને ખંડણીની ફરિયાદ એક પોલીસ કર્મચારી સહિત ચાર સામે નોંધાઈ છે. ફરિયાદની વિગતોની વાત કરવામાં આવે તો સંજય પટેલ નામના ટુર અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી એ ફરિયાદ નોંધાવી છે શું છે ફરિયાદ આવો જાણીએ... ટુર એન્ડ ટ્રાવેલ્સના વેપારીનું ધોળા દિવસે ગાડીમાં હથકડી પહેરાવીને ક્રાઇમ બ્રાંચના અધિકારીની ઓળખ આપી અપહરણ કર્યું. 

એટલું જ નહિ વેપારી પાસેથી રૂપિયા 35 લાખની લૂંટ પણ કરી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં ટ્રાવેલ્સના વેપારી સંજય પટેલ પોતાના મિત્ર મુકેશ પટેલ સાથે ઓફિસના પાર્કિગમાં બેઠા હતા. આ દરમિયાન પોલીસ કર્મી આકાશ પટેલ અને તેના સાગરીતો ક્રાઇમ બ્રાંચના અધિકારી બનીને આવ્યા અને પૂછપરછ કરવા ક્રાઇમ બ્રાંચ લઈ જવાના નામે વેપારીનું અપહરણ કર્યું હતું. 

કોઈપણ કેસ નહિ કરવાનું કહીને આરોપીઓએ વેપારી પાસેથી 70 લાખની માંગણીથી શરૂઆત કરી હતી. જેમાંથી 55 લાખમાં આખો સોદો નક્કી કર્યો હતો. જે પૈકી 35 લાખ સીજી રોડના સોમા આંગડિયા પેઢી મારફતે મેળવ્યા હતા અને બીજા 20 લાખ રૂપિયા સરખેજના પીએમ આંગડિયા પેઢી મારફતે મેળવ્યા હતા હતા અને ભોગ બનનારને વૈષ્ણવદેવી સર્કલ કહતે ઉતારી મૂકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ ત્યારબાદ આરોપીઓએ જેમાંથી 20 લાખ રૂપિયા આંગડિયા પેઢી મારફતે પરત પણ કરી દીધા હતા.

સોલા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આકાશ પટેલ એ એક અમદાવાદ શહેર પોલીસના સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ પર છે અને અન્ય ત્રણ વ્યક્તિઓ જે સાથે હતા તે પણ પોલીસ કર્મચારીઓ જ હોઈ શકાઈ છે, ત્યારે સોલા પોલીસે આરોપી આકાશ પટેલ સહિતના લોકોની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news