બુરહાન પઠાણ/આણંદ :અમેરિકામાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ અમેરિકાની ધરતી પર ગુજરાતીઓ સલામત નથી તેના પુરાવા અનેક મળ્યાં છે. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો છે. લૂંટ કરવા આવેલા શખ્સોએ આણંદના પ્રયેસ પટેલ નામની યુવકની ગોળી મારી હત્યા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં ગુજરાતીઓ સલામત નથી. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ વારંવાર લૂંટ, હત્યાનો ભોગ બનતા રહે છે. છતા આ સિલસિલો અટકતો નથી. હવે આણંદના મૂળ સોજીત્રાનાં પ્રેયસ પટેલની અમેરિકામાં હત્યા થઈ છે. અમેરિકાના વર્જિનિયામાં ગુજરાતી વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રેયસ પટેલ કિનક્રિક પાર્ક વેમાં સ્ટોર ધરાવતો હતો. તે ક્રિનિકિક પાર્ક વેમાં આવેલ 1400 બ્લોક પર 7 ઇલેવન નામનો સ્ટોર ચલાવતો હતો. બુધવારે પ્રેયસ પટેલ તેના સ્ટોર પર બેસ્યો હતો, તેની સાથે એક કર્મચારી પણ હતો. ત્યારે તેના સ્ટોરમાં અચાનક લૂંટારુઓ આવી ચઢ્યા હતા. જેઓએ અચાનક ગોળીઓ વરસાવી હતી. આ ઘટનામાં પ્રેયસ પટેલ અને એ કર્મચારીને ગોળી વાગી હતી. 


આ પણ વાંચો : PM મોદીના આગમન પહેલા અટકાયત કરાયેલ સાદાબ અને સાબિહા કોણ? ISIS સાથે સંપર્કની શંકા


આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ આવી હતી, જેઓએ સ્ટોરમાં બે લોકોને ઘાયલ જોયા હતા. જેમાં એક પ્રેયસ પટેલ અને બીજો તેનો કર્મચારી થોમસ હતો. જેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. બંનેને તબીબે મૃત જાહેર કર્યાં હતા. 


આ, પ્રેયસના મોતના સમાચાર આવતા જ સોજીત્રામાં રહેતા તેમના પરિવારમાં શોક છવાયો હતો. પ્રેયસના ભાઈ અને માતા પિતા દીકરાના મોતના ખબર બાદ અમેરિકા જવા રવાના થયા હતા.