કિરણસિંહ ગોહિલ/સુરત : કોસંબાથી NRIનું કરાયું અપહરણ: કોસંબા પોલીસે ગણતરીના કલાકમાં અપહરણનો ગુનો ઉકેલી નાખ્યો છે. ભરૂચના હિંગલોટ ગામની સીમમાં ફાર્મ હાઉસમાંથી અપહરણકારોની ચુંગાલમાંથી સુરક્ષિત છોડાવ્યો હતો. કરોડો રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા 6 અપહરણકારો ધરપકડ કરવામાં આવી. સુરતના કોસંબા વિસ્તારમાંથી એક એન.આર.આઈનું અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યાની ફરિયાદ કોસંબા પોલીસ મથકે નોંધાઇ હતી. કોસંબા પોલીસ તાત્કાલિક હરકતમાં આવીઘટના અંગે તપાસ કરતા ભરૂચના હિંગલોટ ગામની સીમમાંથી 6 અપહરણકારોની ચુંગાલમાંથી વ્યક્તિને સુરક્ષિત છોડાવ્યો હતો. ફાર્મ હાઉસમાંથી બે ફોરચ્યુનર કાર મળી આવી હતી. જોકે પોલીસ તપાસમાં કરોડો રૂપિયાની લેતી દેતી હોવાનું બહાર આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ: સી.આર પાટીલે સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, તમામ જિલ્લા પ્રમુખો બદલાયા


સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસના જાપતામાં ઉભેલા 5 ઈસમો પર એક એન.આર.આઈનું અપહરણ કર્યાનો ગંભીર ગુનો નોંધાયો છે. ગત સાત તારીખે કોસંબા પોલીસ મથકે એન.આર.આઈ મહિલા રેહાના માંજરા નામની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ હનીફનું કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા કારમાં અપહરણ કરવામાં આવ્યું છે. મહિલાની ફરિયાદ બાદ કોસંબા પોલીસ હરકતમાં આવી હતી. મોબાઈલ લોકેશનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરતાં પોલીસ સમક્ષ પાકી માહિતી આવતા પોલીસે ભરૂચના હિંગલોટ ગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસમાં તપાસ કરતા કેટલાક લોકો પોલીસને જોઈ ભાગ્યા હતા. પોલીસે અપહૃત હનીફ ભાઈને સુરક્ષિત છોડાવી 6 જેટલા અપહરણકારોની ધરપકડ કરી હતી. ફાર્મ હાઉસમાંથી મહારાષ્ટ્ર પાર્સિંગની બે ફોરચુનર કાર કબજે લઈ તમામ આરોપીને કોસંબા લાવી પૂછપરછ કરતા કરોડો રૂપિયાની લેતી દેતી માં અપહરણ થયાનું બહાર આવ્યું હતું.


શિયાળાની શરૂઆત સાથે જ CORONA બેખોફ: નાગરિકોને વધારે સાવચેત રહેવા માટે અપીલ


કોસંબા પોલીસે  ઝાકીર અલીખાન, ગઝલ સકીખાન,મહમદ આફતાબ શેખ,ઝુબિન રઝાક,સાહિલ સલીમખાન,નીતિન મધુકર પાટીલ તમામ વેસ્ટ મુંબઈના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.આરોપીઓની પૂછપરછમાં પ્રાથમિક કારણ કરોડો રૂપિયાની લેતી દેતી હોવાનું બહાર આવ્યું હતું.હાલતો તમામ આરોપીઓનો કબજો લઇ સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસ વધુ તપાસ કરી રહી છે. હનીફભાઈ એન.આર.આઈ છે અને વર્ષોથી યુ.કે માં સ્થાઈ થયા હતા.હાલમાં તેઓ ભરૂચના હાંસોટ ખાતે આવેલા મકાનના રીનોવેશન કરવા માટે આવ્યા હતા.પરંતુ તેમનું સાત તારીખે મહારાષ્ટ્ર થી આવેલા 6 ઈસમોએ કોસંબા પોલીસની હડમાંથી અપહરણ કરી જતા પોલીસે તમામ આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube