ભરતનાટ્યમનુ અદભૂત પરર્ફોમન્સ, નૃત્ય પર્વમાં રજૂ થઈ કૃષ્ણ જીવન લીલા
અમદાવાદની જાણીતી સંસ્થા નૃત્ય ભારતીનો 62 મો નૃત્ય પર્વ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં સંસ્થાની 250 થી વધુ વિદ્યાર્થીનીઓએ ભરતનાટ્યમનું પર્ફોમન્સ આપ્યુ હતું. વિદ્યાર્થીનીઓના પરર્ફોમન્સથી આખો સભા હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. નૃત્ય દિગ્દર્શક ચંદન ઠાકોરના માર્ગદર્શનમાં વિદ્યાર્થીનીઓએ અદભૂત નૃત્ય રજૂ કર્યુ હતું. નૃત્યભારતીના 62માં નૃત્ય પર્વમાં `ગોવિંદ લીલા` થકી વિદ્યાર્થિનીઓએ કૃષ્ણના જીવનની ઝલક બતાવી હતી.
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદની જાણીતી સંસ્થા નૃત્ય ભારતીનો 62 મો નૃત્ય પર્વ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં સંસ્થાની 250 થી વધુ વિદ્યાર્થીનીઓએ ભરતનાટ્યમનું પર્ફોમન્સ આપ્યુ હતું. વિદ્યાર્થીનીઓના પરર્ફોમન્સથી આખો સભા હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. નૃત્ય દિગ્દર્શક ચંદન ઠાકોરના માર્ગદર્શનમાં વિદ્યાર્થીનીઓએ અદભૂત નૃત્ય રજૂ કર્યુ હતું. નૃત્યભારતીના 62માં નૃત્ય પર્વમાં 'ગોવિંદ લીલા' થકી વિદ્યાર્થિનીઓએ કૃષ્ણના જીવનની ઝલક બતાવી હતી.
ચંદન ઠાકોરના માર્ગદર્શનમાં વિદ્યાર્થીનીઓ ઔશી હિરલ ગૌરાંગ, સૃજન હિરલ ગૌરાંગ, સ્વધા પંચોલી, તનુશ્રીબા જાડેજા, ખુશ્બુ શાહ, શૈલી અધવરિયું, દીરઘા ઠાકર અને હેલી વ્યાસે અનેક કલાકૃતિઓ પરફોર્મ કરી હતી. જેમાં ગજાનંદ સ્તુતિ, સરસ્વતી વંદના, સ્વરથી ઈશ્વર, ગોવિંદ લીલા અને ચંદ્રમૌલીનુ પર્ફોમન્સ ખાસ બની રહ્યુ હતું. આ નૃત્ય પર્વનું આયોજન સ્ક્રેપયાર્ડમાં કરાયું હતુ.
ઈલાક્ષીબેન ઠાકોર નૃત્ય ભારતી સંસ્થાના પ્રણેતા છે. તેમણે 1960 માં તેની સ્થાપના કરી હતી. હવે તેમના પુત્ર ચંદન ઠાકોર અને પુત્રવધુ નિરાલી ચંદન ઠાકોર આ કલાના વારસાને આગળ ધપાવી રહ્યાં છે.
લગભગ 10 થી વધુ દેશોમા નૃત્ય ભારતીના કલાકારોએ પરર્ફોમન્સ આપ્યુ છે. જેમાં અમેરિકા, જાપાન, ચીન, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રિયા સામેલ છે. અત્યાર સુધી 22 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ સંસ્થા થકી ભરતનાટ્યમની તાલીમ લઈ ચૂકી છે.